ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ સમયે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.નિતીન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે,ભાજપમાં ફક્ત ચાર બેઠક, અમરેલી, જુનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગરના ઉમેદવાર જ બાકી
અમદાવાદ
ભાજપે લોકસભાની ચૂંટણીને લઈને અગાઉ 195 ઉમેદવારો જાહેર કર્યા હતા. ત્યારબાદ આજે બીજા નવા 10 રાજ્યોના 72 ઉમેદવારોની યાદી જાહેર કરી છે જેમાં ગુજરાતની સાત સીટોનો સમાવેશ થાય છે જેમાં અમદાવાદ પૂર્વ- હસમુખ પટેલ,સુરત-મુકેશ દલાલ,સાબરકાંઠા – ભીખાજી ઠાકોર,વલસાડ – ધવલ પટેલ,ભાવનગર – નિમુબેન બાંભણિયા,વડોદરા – રંજનબેન ભટ્ટ,છોટા ઉદેપુર – જશુભાઈ રાઠવા,અમદાવાદ ઈસ્ટ – હસમુખ પટેલ અને વડોદરા – રંજન ભટ્ટને રીપીટ કરાયા અને સુરત – દર્શના જરદોશ,છોટા ઉદેપુર – ગીતા રાઠવા,ભાવનગર – ભારતીબેન શિયાળ,વલસાડ – કે.સી પટેલ,સાબરકાંઠા – દિપસિંહ રાઠોડનું પત્તુ કપાઈ ગયું છે. પ્રથમ યાદીમાં ગુજરાતની 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા હવે ગુજરાતમાં કુલ 22 સીટોનાં ઉમેદવારોના નામ નક્કી થઈ ચૂક્યા છે. ગુજરાતમાં હવે ચાર સીટો ના ઉમેદવાર નક્કી કરવાના બાકી છે. આમ ભાજપ કુલ અત્યાર સુધીમાં 272 ઉમેદવારો જાહેર કર્યા છે.ભાજપે 22માંથી 12 ઉમેદવારો રિપિટ કર્યાં છે અને 10 ઉમેદવાર નવા છે.ભાજપે હવે ફક્ત ચાર બેઠક, અમરેલી, જુનાગઢ, મહેસાણા અને સુરેન્દ્રનગરના ઉમેદવાર જ બાકી છે.
આઠ બેઠકો પર સામસામે ઉમેદવારો જાહેર થઈ ચૂક્યા છે જેમાં બનાસકાંઠા : ભાજપના રેખાબેન ચૌધરી- સામે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર,અમદાવાદ પશ્ચિમ : ભાજપના દિનેશ મકવાણા સામે કોંગ્રેસના ભરત મકવાણા,અમદાવાદ પૂર્વ : ભાજપના હસમુખ પટેલ સામે કોંગ્રેસના રોહન ગુપ્તા,બારડોલી : ભાજના પ્રભુભાઈ વસાવા સામે કોંગ્રસના સિધાર્થ ચૌધરી,પોરબંદર : ભાજપના મનસુખ માંડવીયા સામે કોંગ્રેસના લલિત વસોયા,કચ્છ : ભાજપમાં વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નીતિશ લાલન,વલસાડ : ભાજપના ધવલ પટેલ સામે કોંગ્રેસના અનંત પટેલ,ભરૂચ : ભાજપના મનસુખ વસાવા અને AAPના ચૈતર વસાવા.
ચૂંટણી પંચ 13 માર્ચ પછી કોઈપણ સમયે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી શકે છે.કેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરી નાગપુરથી ચૂંટણી લડશે. જ્યારે એક દિવસ પહેલા જ મનોહરલાલ ખટ્ટરે હરિયાણાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે હવે તેમને લોકસભાની ટિકિટ આપવામાં આવી છે. મનોહરલાલ ખટ્ટર કરનાલથી લોકસભાની ચૂંટણી લડશે. તેમજ પિયુષ ગોયલને ઉત્તર મુંબઈથી ટિકિટ મળી છે.