મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવામાં આવશે,હિંમતનગરને અડીને આવેલા ૮ ગામોના સોસાયટી વિસ્તારો ભેળવીને નગરપાલિકાની હદ વધારાશે …

Spread the love

રાજ્યના વર્ગ ત્રણના કર્મચારીઓએ પણ તેમની મિલકતો જાહેર કરવી પડશે. મળતી જાણકારી અનુસાર, સામાન્ય વહીવટ વિભાગે કરેલા પરિપત્ર પ્રમાણે આ વર્ગના કર્મચારીઓએ પણ નિયમોનું પાલન કરવું પડશે. તેમણે દર વર્ષે મિલકતો જાહેર કરવાની રહેશે. વર્ગ-3ના કર્મચારીઓએ પણ મિલકત પત્રક ભરવાનું રહેશે.આ કર્મચારીઓએ 15 મે સુધીમાં કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત પોતાની મિલકતોની વિગતો ઓનલાઈન ભરવાની રહેશે.

રાજ્યમાં આઈએએસ, આઈપીએસ,અને આઈએફએસ અધિકારીઓ દર વર્ષે તેમની મિલકતો જાહેર કરે છે. એવી જ રીતે સરકારમાં ફરજ બજાવતા વિવિધ વર્ગના કાયમી અધિકારીઓ અને કર્મચારીઓએ પણ મિલકતો જાહેર કરવાની રહેશે.

વર્ગ-3ના કર્મચારીઓએ પોતાની વાર્ષિક આવક દર્શાવવી પડશે. તેમણે કર્મયોગી સોફ્ટવેર અંતર્ગત મિલકત-આવકની માહિતી ભરવાની રહેશે. સામાન્ય વહીવટ વિભાગે સ્થાવર અને જંગમ મિલકત જાહેર કરવા અંગેનો પરિપત્ર જાહેર કર્યો હતો.

રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે નિર્ણય લીધો હતો કે મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયતને નગરપાલિકા બનાવવામાં આવશે. તે સિવાય હિંમતનગર નગરપાલિકામાં હિંમતનગરને અડીને આવેલા ૮ ગામોના સોસાયટી વિસ્તારો ભેળવીને નગરપાલિકાની હદ વધારવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના સુઆયોજિત વિકાસને વેગ આપવા સાથે ભવિષ્યની વિકાસ સંભાવનાઓ ધ્યાને લઈને શહેરી જનજીવન સુખાકારી માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા. મુખ્યમંત્રીએ મોરબી જિલ્લાની ટંકારા ગ્રામ પંચાયત સાથે બે ગ્રામ પંચાયતોને એકત્રિત કરીને ટંકારા નગરપાલિકા બનાવવાની મંજૂરી આપી હતી.

તે સિવાય હિંમતનગર નગરપાલિકા વિસ્તાર બહાર આવેલી પેરીફેરી ઉપરના બળવંતપુરા (નવા), બેરણા, કાંકણોલ, હડીયેલ, પીપલોદી, કાટવાડ, પરબડા અને સવગઢ એમ કુલ ૮ ગામોના હિંમતનગરે અડીને આવેલા સોસાયટી વિસ્તારોને હિંમતનગર નગરપાલિકામાં ભેળવવામાં આવ્યા છે.

એટલું જ નહીં, હિંમતનગર ખાતે આવેલી સિવિલ હોસ્પિટલ પણ હિંમતનગર નગરપાલિકામાં ભળતા આ હોસ્પિટલને વધારે સારી નાગરિક સુવિધાઓ મળશે જે સરવાળે પ્રજાજનોની સુખાકારીના વધારામાં પરિવર્તિત થશે.

હિંમતનગર નગરપાલિકા આજુબાજુની પેરીફેરી પરના વિસ્તારોમાં વ્યવસ્થિત વિકાસ આયોજન થવા સાથે રસ્તાઓની પહોળાઈ વધારીને ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ અને પેરીફેરીના ગામોમાં ભવિષ્યના ડેવલપમેન્ટ સંદર્ભમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ આપવા આ ગામોના વિકસિત સોસાયટી વિસ્તારોને હિંમતનગર નગરપાલિકા વિસ્તારમાં ભેળવવાની મંજૂરી શહેરી વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રી પાસે માંગવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com