ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયા
અમદાવાદ
ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, બોટાદ જી.આઈ.ડી.સી. ખાતે મરચા પાવડરમાં ભેળશેળ કરીને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી પેઢી ખાતે તપાસ હાથ ધરી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રૂ. ૫ લાખની કિંમતનો ૨૪૩૮ કિ.ગ્રા. ભેળશેળયુક્ત મરચા પાવડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.વિગતવાર માહિતી આપતા તેમણે જણાવ્યું કે, બોટાદ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા બાતમીના આધારે મે. પાઠક સ્પાઈસીસ ઇન્ડસ્ટ્રીઝ રેડ કરતા સ્થળ પર મરચા પાવડરનાં જથ્થા સાથે કોર્ન પાવડર અને Oleoresin paprika મળ્યો હતો. આ સામગ્રી મરચા પાવડરમાં ભેળશેળ કરીને વેચાણ થતું હોવાની પ્રબળ આશંકાનાં આધારે પેઢીના માલિક શ્રી ભરતભાઈ દેગાની હાજરીમાં મરચા પાવડર, કોર્ન પાવડર અને Oleoresin paprikaના ૦૩ નમૂના લેવામાં આવ્ય હતા. જ્યારે રૂ. ૪.૮ લાખની કિંમતનો આશરે ૨૪૩૮ કિ.ગ્રા. જેટલો શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્યનાં હિતમાં જપ્ત કરવામાં આવ્યો હતો.આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.