લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ :અમદાવાદ શહેર અને જિલ્લામાં છેલ્લા બે મહિના દરમિયાન ૩૦ કેન્દ્રો પર ૮૨,૩૬૩ જેટલા લોકોએ ઈવીએમ-વીવીપેટના નિદર્શનનો લાભ લીધો

Spread the love

૨૧ મોબાઇલ ડેમોસ્ટ્રેશન વાહન (એમ.ડી.વી.) દ્વારા ૧૯૬૯ જેટલાં સ્થળોએ ઇવીએમ-વીવીપેટ અંગે માહિતી અપાઈ

દિવ્યાંગ મતદારો પણ પોતાના મતનો ઉપયોગ કરી શકે એ માટે અંધજન મંડળ ખાતે સેમિનારનું આયોજન

અમદાવાદ

આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ના પડઘમ વાગી રહ્યા છે ત્યારે આ ચૂંટણીમાં ૧૦૦ ટકા મતદાન થાય અને મતદારો મુક્ત, ન્યાયી અને નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અમદાવાદ શહેર અને જિલ્લામાં વિવિધ સ્થળોએ ઇવીએમ-વીવીપેટનું નિદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં છેલ્લા બે મહિના દરમિયાન ૩૦ સેન્ટરો પર પર ૮૨,૩૬૩ જેટલા લોકોએ ઇવીએમ-વીવીપેટનું નિદર્શન નિહાળ્યું હતું.

જેમાંથી ૭૮,૪૩૨ જેટલા લોકોએ ઇવીએમ- વીવીપેટ નિદર્શન સ્થળે મોક વોટ આપીને પ્રત્યક્ષ નિદર્શનનો લાભ લીધો હતો.અમદાવાદ શહેરમાં કલેક્ટર કચેરી સહિત જિલ્લાના કુલ- ૨૧ વિધાનસભા ક્ષેત્રોમાં આવેલ ચૂંટણી અધિકારીઓની કચેરીઓમાં ઇવીએમ- વીવીપેટનું નિદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં દરેક જગ્યાએ ત્રણ જેટલાં કર્મચારીઓ દ્વારા ત્યાં આવતા લોકોને ઇવીએમ-વીવીપેટમાં મતદાન કેવી રીતે કરવું તે અંગે ડેમોસ્ટ્રેશન સાથે સુંદર માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કેન્દ્રો પર સેલ્ફી પોઇન્ટ પણ ઊભા કરવામાં આવ્યા હતા, જ્યાં લોકો સેલ્ફી લેવાની સાથે સાથે મતદાન માટે જાગૃત પણ થતા હતા.

વિરમગામ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઇવીએમ- વીવીપેટ અંગે ટેબ્લો પણ દર્શાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અમદાવાદ જિલ્લાની તમામ વિધાનસભાની બેઠકોને આવરી લઇ ૨૧ મોબાઇલ ડેમોસ્ટ્રેશન વાહન (એમ.ડી.વી.) દ્વારા ૧૯૬૯ જેટલાં સ્થળોએ ફરીને ઇવીએમ-વીવીપેટ અંગે માહિતી પૂરી પાડી હતી. સાથે જ, જે વિસ્તારમાં મતદાન ઓછું થતું હોય તેવા વિસ્તારોમાં મતદાન વધારવાના ભાગરૂપે ત્રણ જેટલાં એલ.ઇ.ડી. વાહનોમાં મોટી સ્ક્રીન પર ઇવીએમ- વીવીપેટના વિડિયો દર્શાવીને મતદારોને જાગૃત કરવામાં આવ્યા છે. આ ત્રણ એલ.ઇ.ડી. વાહનો પૈકી ૨ વાહનો શહેરી વિસ્તારોમાં કે, જયાં મહિલાઓ, યુવાનો અને ખાસ કરીને પ્રથમવાર મતદાન કરવાના છે એવા યુવાનો અને મોલ્સ કે જ્યાં લોકોની અવર-જવર વધુ રહેતી હોય તેવી જગ્યાએ રાખવામાં આવ્યા હતા. એક એલ.ઇ.ડી. વાહન દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મતદાન જાગૃતિ અંગે પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. દિવ્યાંગ મતદારો પણ પોતાના મતનો ઉપયોગ કરીને આપણી લોકશાહી શાસન વ્યવસ્થામાં સહભાગી બની, લોકતંત્રને વધુ મજબૂત બનાવી શકે એ માટે ચૂંટણી પંચ દ્વારા અમદાવાદ અંધજન મંડળ ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં પીડબલ્યુડી મતદારોને મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી.આજના સોશ્યલ મીડિયાના સમયમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લ્યુઅન્સર દ્વારા મતદારોને અપીલ કરવા પ્રોત્સાહન આપવા માટે પણ ચૂંટણી પંચ દ્વારા એક સંમેલનનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com