અમદાવાદ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે.આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની પ્રાચીન અને ભવ્ય સંસ્કૃતિને વિશ્વફલક પર આગવું સ્થાન અપાવી રહ્યા છે. જે અંતર્ગત દક્ષિણ ઝોનના ખોખરા વોર્ડમાં આવકાર હોલ પાસે તૈયાર કરવામાં આવેલ “સેંગોલ સ્કલ્પચર” નું અનાવરણ તથા ઈન્દ્રપુરી વોર્ડમાં સુરેલીયા ચાર રસ્તા (સર્કલ) ઉપર તૈયાર કરવામાં આવેલ “ભારત માતા સ્ટેચ્યુ”નું અનાવરણ મેયર શ્રીમતી પ્રતિભાબેન રાકેશકુમાર જૈન ના વરદ્હસ્તે કરવાનો કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલ.સેંગોલ એ આઝાદીના પહેલા કિરણનો સાક્ષી જે આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપનારો તથા નવા શાસકને ન્યાયથી શાસન કરવાની યાદ અપાવનારો છે. આપણા આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાનશ્રી પંડીત જવાહરલાલ નહેરુ દ્વારા સેંગોલની પૂજા કરી દેશની આઝાદીના પર્વની શરૂઆત કરવામાં આવી હતી. એટલે આ સેંગોલ મહાન ઐતિહાસીક ઘટના સાથે આપણને જોડે છે સાથેસાથે તમિલનાડુની મહાન પરંપરાનું પ્રતિક પણ છે. વધુમાં આ સેંગોલને કાશી-તમિલ, સૌરાષ્ટ્ર-તમિલ સંગમ ઇવેન્ટના સાતત્ય તરીકે જોઈ શકાય છે. જેનો ઉદ્દેશ ઉત્તર અને દક્ષિણ વચ્ચે સાંસ્કૃતિક સંબંધોને જાળવી રાખવાનો છે. જે વિવિધતામાં એકતાને ચરીતાર્થ કરે છે. સંસદની નવી ઇમારતમાં માનનીય સ્પીકરશ્રીની ખુરશીની પાસે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૮ મે, ના રોજ ૨૪ અધીનમના વડાઓ પાસેથી સેંગોલ પ્રાપ્ત કરી તેની સ્થાપના કરવામાં આવેલ છે. જે ૧૯૪૭ માં સત્તાના હસ્તાકરણની યાદ અપાવે તેવા પ્રતીકાત્મક હાવભાવ તરીકે ઉપરાંત ભારતની લોકશાહી યાત્રાની સાતત્યતા પર ભાર મૂકનાર છે.આજરોજ મેયરશ્રીના વરદ્હસ્તે રાખવામાં આવેલ અનાવરણના કાર્યક્રમમાં સંસદસભ્ય ડૉ. કિરીટભાઈ સોલંકી, ધારાસભ્યશ્રીઓ ડૉ. હસમુખભાઇ પટેલ, શ્રી અમુલભાઈ ભટ્ટ, ડે. મેયરશ્રી જતીનભાઈ પટેલ, વિવિધ પદાધિકારીશ્રીઓ, ચેરમેનશ્રીઓ સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ તથા ખૂબ જ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.