નશાબંધી અને આબકારી વિભાગના નાણાં હવેથી ઓનલાઇન જમા થશે

Spread the love

ગાંધીનગર

રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા આપેલ મંજુરી અંતર્ગત ગૃહ વિભાગ હસ્તકના નશાબંધી અને આબકારી વિભાગની વિવિધ પ્રકારની સેવાઓના સરકારી નાણાં ઓફલાઇન ચલણ દ્વારા જે તે અરજદારે બેંકમાં જાતે જમા કરાવવા જવુ પડતુ હતુ. પરંતુ રાજ્ય સરકારશ્રી દ્વારા જાહેર જનતા/ઉદ્યોગકારોને સરકારી નાણાની રકમ ઓફલાઇન બેન્કમાં જમા ન કરાવવી પડે તથા ઉદ્યોગકાર કે સેવા મેળવનાર વ્યક્તિ પોતાના બેંક ખાતામાંથી રાજ્ય સરકારની તિજોરીમાં જમા કરાવી શકે તેવો અભિગમ અપનાવતા નશાબંધી અને આબકારી વિભાગની તમામ સેવાઓના નાણા ઓનલાઇન જમા કરાવી શકાય તેવી જોગવાઇ કરવામાં આવેલ છે. આ જોગવાઇઓનો અમલ તા. ૧૫-૦૩-૨૦૨૪ ના રોજથી કરવામાં આવે તે મુજબનુ આયોજન કરવામાં આવેલ છે. જેથી હવેથી જે તે અરજદારને હવે ઓફલાઇન ચલણ દ્વારા બેંકમાં નાણા જમા કરાવવા જવા માંથી મુક્તિ મળશે, અરજદારો આ સેવાનો લાભ ૨૪X૭ મેળવી શકશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com