રાજ્યમાં ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલ ફૂડ બિઝનેસ ઓપરેટરોએ તા. ૩૧ મે ૨૦૨૪ સુધી વાર્ષિક રિટર્ન ભરવું ફરજીયીત

Spread the love

 

ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયા

•ખાધ પદાર્થ ઉત્પાદનકર્તાઓ https://foscos.fssai.gov.in/ વેબસાઈટ પરથી વાર્ષિક રિટર્ન ભરી શકશે: ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયા

ગાંધીનગર

ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, રાજ્યના ખોરાકનાં ઉત્પાદન સાથે સંકળાયેલ ઉત્પાદક, રિપેકર્સ, રિલેબલર્સએ તા.૩૧ મે, ૨૦૨૪ સુધીમાં ફોર્મ- ડી-૧માં વાર્ષિક રિટર્ન ભરવું ફરજિયાત છે. ખાધ પદાર્થ ઉત્પાદનકર્તાઓ https://foscos.fssai.gov.in/ વેબસાઈટ પર પોતના લાયસન્સ નંબર દ્વારા લોગ-ઈન કરી વાર્ષિક રિટર્ન ભરી શકશે. આ ઉપરાંત ખાધપદાર્થનાં વેચાણ માટેનાં ડિસ્ટ્રીબ્યુટર, સપ્લાયર, રિટેઈલર, હોલસેલર, સંગ્રહકર્તા, ટ્રાન્સપોર્ટરને વાર્ષિક રિટર્ન ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કોશિયાએ વધુમાં જણાવ્યું છે કે, તા. ૩૧ મે બાદ તમામ ખાધ પદાર્થ ઉત્પાદનકર્તાઓએ પ્રતિ દિન રૂ. ૧૦૦/- પેનલ્ટી ભરી વાર્ષિક રીટર્ન ભરી શકાશે. તમામ વેચાણકર્તાઓને પેનલ્ટી ન ભરવી પડે તે હેતુથી સમયસર વાર્ષિક રિટર્ન ભરી શકાય તે માટે તંત્ર દ્વારા દર વર્ષની ૩૧ મે સુધીમાં રિટર્ન ભરવા તાકિદ કરવામાં આવે છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com