અમદાવાદ જિલ્લામાં કુલ 5432 મતદાન મથકો પર યોજાશે મતદાન,જિલ્લામાં કુલ 60,39,145 નોંધાયેલા મતદારો, જેમાં 1,04,175 મતદારો કરશે પ્રથમ વખત મતદાન

Spread the love

 

cVigil એપ્લિકેશન પર નોંધાયેલી આદર્શ આચારસંહિતા ભંગ અંગેની તમામ ફરિયાદોનો થશે માત્ર 100 મિનિટમાં નિકાલ

નાગરિકોની સુવિધા માટે 24*7 હેલ્પલાઇન નંબર 1950 અને ટોલ ફ્રી નંબર 1800 233 1966 જાહેર કરાયા

અમદાવાદ

લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવિણા ડી. કે. અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કરે જિલ્લામાં ચૂંટણી તંત્રની તૈયારીઓ અને આચારસંહિતાના અમલ અંગે મીડિયાના માધ્યમથી વિગતો રજૂ કરી હતી.ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની જાહેરાત કરવામાં આવી છે. જે અનુસાર ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ 7મી મે-2024ના રોજ તમામ બેઠકો પર મતદાન યોજાનાર છે. જેના માટે આગામી તારીખ 12 એપ્રિલ-2024ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ ઠક્કર દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર અમદાવાદ જિલ્લામાં કુલ- 60,39,145 મતદારો નોંધાયેલા છે. જેમાં 31,33,284 પુરુષ મતદારો અને 29,05,622 સ્ત્રી મતદારો તથા 239 ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લામાં 18થી 19 વર્ષના મતદારો-1,04,175 છે, જેઓ પ્રથમ વખત મતદાન કરશે. 20થી 29 વય જૂથના 10,95,608 મતદારો છે. જ્યારે 45,022 મતદારો 85 વર્ષ ઉપરના છે. 1259 મતદારો 100 વર્ષ ઉપરના શતાયુ મતદારો છે અને 30,732 દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે. જિલ્લામાં કુલ-5432 મતદાન મથકો છે. આ ઉપરાંત, જિલ્લામાં મહિલાઓ દ્વારા સંચાલિત 147, દિવ્યાંગો દ્વારા સંચાલિત 21, યુવાઓ દ્વારા સંચાલિત 21 મતદાન મથકો છે તથા 21 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો અને 21 મોડેલ મતદાન મથકો રહેશે.નાગરિકોની સુવિધા માટે 24*7 જિલ્લા કોન્ટેક્ટ સેન્ટર હેલ્પલાઇન નંબર 1950 અને ટોલ ફ્રી નંબર 1800 233 1966 જાહેર કરવામાં આવ્યા છે.જિલ્લામાં ચૂંટણી અને આચારસંહિતાના અમલીકરણ માટે અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે. જેમાં ખર્ચ નિયત્રંણ ટીમ, ફ્લાઈંગ સ્કવોડ ટીમ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વિડિયો સર્વેલન્સ ટીમ જેવી ટીમોની રચના કરવામાં આવી આવી છે.

વોટર હેલ્પલાઇન એપ્લિકેશન (VHA), cVigil, Suvidha portal, KYC જેવા અલગ અલગ પોર્ટલ અને એપ્લિકેશન મતદારો અને ઉમેદવારોને અલગ અલગ સુવિધાઓ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે કાર્યરત છે. cVIGIL એપ્લિકેશન પર નોંધાયેલી આદર્શ આચારસંહિતા ભંગ અંગેની તમામ ફરિયાદોનો માત્ર 100 મિનિટમાં નિકાલ કરવામાં આવશે.આ ઉપરાંત ચૂંટણીમાં 85 વર્ષથી વધુ વયના મતદારો અને 40%થી વધારે દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે ઘરેથી વોટિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. મતદાન મથકો પર સ્વયંસેવકો તથા વ્હીલચેરની સુવિધા પૂરી પાડવામાં આવશે. દિવ્યાંગ મતદારો Saksham એપ્લિકેશનની મદદથી મતદાન મથકો પર સુવિધાઓ મેળવી શકશે.આ પ્રેસ કૉન્ફરન્સમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી એન. સ. ગુપ્તા પણ ઉપસ્થિત રહ્યાં હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com