લોકસભા સામાન્ય ચૂંટણી-2024ને અનુલક્ષી અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી પ્રવીણા ડી. કે.ના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

Spread the love

ચૂંટણીલક્ષી ફરિયાદો માટે 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરીને હેલ્પલાઇન નંબર 1950 જાહેર કરવામાં આવ્યો છે અને ટોલ ફ્રી નંબર 1800 233 1966

આજથી આદર્શ આચાર સંહિતાનો અમલ થતાં કઇ કઇ બાબતોનું પાલન કરવું તે અંગે માહિતી અપાઈ

અમદાવાદ

આજે ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી -2024ની જાહેરાત કરવામાં આવી છે. તે મુજબ ગુજરાતમાં ત્રીજા તબક્કામાં તારીખ 7મી મે-2024ના રોજ તમામ બેઠકો પર મતદાન યોજાનાર છે. જેના માટે આગામી તારીખ 12 એપ્રિલ-2024ના રોજ જાહેરનામું બહાર પાડવામાં આવશે. લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષી રાજકીય પક્ષોને ચૂંટણીલક્ષી માહિતી અને માર્ગદર્શન આપવા માટે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુ શ્રી પ્રવિણા ડી. કે.ના અધ્યક્ષ સ્થાને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં આજથી આદર્શ આચાર સંહિતાનો અમલ થતાં કઇ કઇ બાબતોનું પાલન કરવું તથા કઇ લોકસભા બેઠકમાં કઇ વિધાનસભા ક્ષેત્રનો સમાવેશ થાય છે તે અંગેની પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચૂંટણીલક્ષી મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં અમદાવાદ અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી યોગેશ ઠક્કરે માહિતી આપતાં જણાવ્યું કે ચૂંટણીલક્ષી ફરિયાદો માટે 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરીને હેલ્પલાઇન નંબર 1950 જાહેર કરવામાં આવ્યો છે અને ટોલ ફ્રી નંબર 1800 233 1966 છે. ખર્ચ નિયત્રંણ માટે પણ અલગ અલગ 66 જેટલી ટીમોની રચના કરવામાં આવી આવી છે. રાજકીય પક્ષોને વિવિધ મંજૂરી લેવા માટે આજથી જ સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે સહિત સબંધિત અધિકારીઓ અને માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com