ગુજરાત સહિત આખા દેશમાં કેન્સરના કેસમાં ધરખમ
વધારો થઈ રહ્યો છે, જેમાં મહિલાઓમાં બે પ્રકારના કેન્સર
સૌથી વધુ હોય છે. જેના કારણે દર વર્ષે ભારત જેવા
વિકાસશીલ દેશમાં મોટી સંખ્યામાં મહિલાઓ મોતને ભેટે છે.
એમાં પણ ખાસ કરીને અંતરિયાળ ગામડાઓમાં મહિલાઓને
ગર્ભાશયના મુખનું કેન્સર સૌથી વધુ થતું હોય છે તો બીજી
તરફ શહેરની મહિલાઓમાં સ્તનનું કેન્સર પ્રમાણ વધુ
નોંધાઈ રહ્યુ છે. આ પાછળનું કારણ એવુ છે કે, મધ્યમ કે
ગરીબ વર્ગની મહિલાઓ કેન્સરની તપાસ માટેના જે ટેસ્ટ
છે, તે સમયસર કરાવી શકતી નથી અને પરિણામે બીમારીનું
સમયસર નિદાન ન થતા મોતને ભેંટે છે. અમદાવાદની GCS
હોસ્પિટલ આ સમસ્યાનું સમાધાન લાવી છે.
અમદાવાદની GCS હોસ્પિટલ દ્વારા એક કેન્સરવાન તૈયાર કરવામાં આવી છે કે, જે આખા ગુજરાતમાં મેટ્રો સિટીથી લઈને અંતરિયાળ ગામ સુધી પહોંચશે અને મહિલાઓને મેમોગ્રાફી અને પેપસ્મીયર ટેસ્ટની સુવિધા ઘરઆંગણે જ આપશે. હોસ્પિટલમાં 3 હજારના ખર્ચે થતા આ બંને ટેસ્ટ કેન્સરવાનમાં 300 રુપિયાના નજીવા ખર્ચમાં કરી આપવામાં આવશે.
મહિલાનું કેન્સર નિદાન થાય તો તેની ઝડપથી સારવાર કરી ને જીવ બચાવી શકાય તે હેતુથી અમદાવાદની જીસીએસ હોસ્પિટલ દ્વારા કેન્સર તપાસ વાન તૈયાર કરવામાં આવી છે. જી ગુજરાતમાં મેટ્રો સિટીથી લઈને અંતરિયાળ ગામડાઓ સુધી પહોંચે છે અને ત્યાંની મહિલાઓને કેન્સરની નજીવા ખર્ચમાં તપાસ કરી આપે છે. ગુજરાત કેન્સર એન્ડ મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તથા GCS હોસ્પિટલ દ્વારા મહિલાઓમાં જાગૃતિ ફેલાવવા માટે આ પ્રકારની કેન્સર તપાસ વાન શરૂ કરવામાં આવી છે, જેમાં નજીવા ખર્ચમાં મહિલાઓની કેન્સરની તપાસ થાય છે.
GCS હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલી કેન્સર તપાસ વાનમાં સ્ટાફ તરીકે ફક્ત મહિલાઓ જ હાજર રહે છે. આ વાનમાં મેમોગ્રાફી અને પેપસ્મીયર ટેસ્ટ કરી આપવામાં આવે છે. આ વાનની ઘરઆંગણે સુવિધા મેળવવા માટે અમુક નિયમો પણ તૈયાર કરવામાં આવ્યા છે જેમ કે, કોઈપણ સોસાયટી કે ગામમાં 25થી વધુ મહિલાઓ 40 વર્ષની વયમર્યાદા કરતા વધુ ઉંમરની હોવી જોઈએ અને તમામ સ્ત્રીઓ પરિણિત હોવી જોઈએ. ત્યારબાદ આ વાનનો સંપર્ક સાધીને અમદાવાદ તથા સમગ્ર ગુજરાતના કોઈપણ વિસ્તારમાં વાન બોલાવી શકાય છે. કેન્સર તપાસ માટે દરેક મહિલાઓએ ₹300 ચૂકવવાના હોય છે.
સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલ કે લેબોરેટરીમાં જે તપાસ રૂપિયા 2500થી 3000માં થાય છે, તે ફક્ત 300માં કરી આપવામાં આવતી હોવાથી અત્યાર સુધીમાં ગુજરાતની હજારો મહિલાઓએ લાભ લીધો છે. આ વાન ફક્ત અમદાવાદ શહેરમાં જ નહીં પરંતુ, ગુજરાતના જુદા-જુદા નાના-મોટા ગામડામાં જઈને અત્યાર સુધીમાં 70થી 75 કેમ્પનું આયોજન કરીને મહિલાઓમાં કેન્સર તપાસ કરે છે. આ કેમ્પ દ્વારા અત્યાર સુધીમાં 1700થી વધુ મહિલાઓએ કેન્સર તપાસ કરાવી છે. જેથી સ્તન કેન્સર અને ગર્ભાશયનાં મુખના કેન્સરથી મહિલાઓનો જીવ બચાવી શકાય.
GCS હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલી કેન્સર તપાસ વાનમાં 7 લોકો હોય છે, જેમાં દરેક મહિલા સ્ટાફ જ હાજર હોય છે. વેનમાં તમામ પ્રકારની સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે, જેમાં પેપસ્મીયર ટેસ્ટ માટે સ્લાઈડ રાખવાથી માંડીને મેમોગ્રાફી કરવા માટેના મોટા મશીન પણ ઉપલબ્ધ રહે છે. આ વેનમાં એક તબીબ, એક ટેક્નિશિયન, એક અટેન્ડન્ટ સહિત ત્રણ નર્સ હાજર હોય છે. જે પણ કોઈ વ્યક્તિએ પોતાની સોસાયટીમાં આ પ્રકારની કેન્સર તપાસ વાન બોલાવવી હોય તો તેમણે ફક્ત એક ઇલેક્ટ્રિસિટી પોઈન્ટ આપવાનો રહે છે. આ કેન્સર તપાસવાનને ઘરે जोनाववा माटे जोडो 9904455810, 9374639777, 9228102019 નંબર પર સંપર્ક સાધી શકે છે.