આરોપી જયેશભાઈ ઉર્ફે ભુરીયો
અમદાવાદ
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર તથા અધિક પોલીસ કમિશ્નર સેકટર-૧ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭ તથા મદદનીશ પોલીસ કમિશ્નર “એમ” ડિવીઝનના સીધા માર્ગદર્શન હેઠળ સરખેજ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.ધુળીયા તથા સર્વેલન્સ સ્કોડ પો.સબ.ઇન્સ. વી.એચ.શર્મા સાહેબ નાઓની સુચનાથી અ.હે.કો. દેવેન્દ્રસિંહ બબલસિંહ બ.ન.૮૬૨૬ તથા અ.હે.કો. ઘનશ્યામસિંહ ધીરુભા બ.ન.૯૭૦૯ તથા અ.પો.કો. પ્રુથ્વિરાજસિંહ ભરતસિંહ બ.નં.૧૨૦૨૪ તથા અ.પો.કો. લગધીરસિંહ રતુભા બ.નં. ૧૦૩૩૪ તથા બીજા સ્ટાફના માણસો સાથે સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન અ.હે.કો. દેવેન્દ્રસિંહ બબલસિંહ તથા અ.પો.કો. પ્રથ્વિરાજસિંહ ભરતસિંહ તથા અ.પો.કો. લગધીરસિંહ રતુભાની સંયુક્ત બાતમી હકીકત આધારે તા.૧૮/૦૩/૨૦૨૪ ના કલાક-૨૩/૩૦ વાગે મોજે સરખેજ સાણંદ સર્કલ ખાતેથી આરોપી જયેશભાઈ ઉર્ફે ભુરીયો સ/ઓ ડાહ્યાભાઈ પીપરીયા નાને પકડી લીધેલ અને સદર આરોપી બાબતે તપાસ કરતા આરોપી સાણંદ પોલીસ સ્ટેશનના ગુ.ર.ન. ૧૧૧૯૨૦૫૦૨૧૦૬૧૪/૨૦૨૧ ઇ.પી.કો. કલમ-૩૦૨, ૧૧૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુનાના કામે નામદાર ગુજરાત હાઇકોર્ટ માંથી તારીખ-૧૩/૦૯/૨૦૨૩ થી ૨૮/૦૯/૨૦૨૩ સુધીની પેરોલ રજા મંજુર કરાવેલ અને તેણે તારીખ-૨૯/૦૯/૨૦૨૩ ના રોજ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતુ પરંતુ સદરી આરોપી પેરોલ રજા પુરી થવા છતા તારીખ-૨૯/૦૯/૨૦૨૩ ના રોજ સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે હાજર નહિ થઇ પેરોલ જંપ કરેલ છે આમ સદરી આરોપીની પેરોલ રજા તારીખ-૨૯/૦૯/૨૦૨૩ ના રોજ પુરી થયેલ હોવા છતા સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે હાજર નહિ થઇ છેલ્લા છએક મહિનાથી પેરોલ જંપ હોય જે આરોપીને પકડી પાડી સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપી ખુબ જ સારી અને પ્રસંશનીય કામગીરી કરેલ છે.
આરોપીનુ નામ સરનામુ :- જયેશભાઈ ઉર્ફે ભુરીયો સ/ઓ ડાહ્યાભાઈ પીપરીયા ઉ.વ ૨૪ ધંધો છુટક મજુરી રહે-હરીવિલા શીવમ ફ્લેટ ની પાછળ ક્રીષ્ના ડુપ્લેક્ષ ફતેહવાડી સરખેજ અમદાવાદ શહેર