લોકસભા ચૂંટણીને અન્વયે ચાલી રહેલી પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે રાત્રિ દરમ્યાન શેરથા-ઉવારસદમાં મહિલા બુટલેગરો સંચાલિત દેશી દારૂની ભઠ્ઠીઓ પર ત્રાટકીને 1300 લીટર દેશી દારૂ ગાળવાનો વોશ તેમજ દેશી દારૂનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં પીઆઈ દિવાનસિંહ વાળાની ટીમ કલોલ ડિવિઝન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળેલી કે, શેરથા ગામમાં રહેતી મહિલા બુટલેગર વિરૂબેન અરજણજી ઠાકોર ગામની સીમમાં આવેલ સરકારી ખરાબાની પેપરાવાળુ તળાવની જગ્યામાં બનાવેલ ઓરડીની પાછળ ગેરકાયદેસર દેશીદારૂની ભઠ્ઠી ચલાવે છે. જે હકીકતના આધારે પોલીસ ટીમ હાથબત્તી તથા મોબાઇલ ટોર્ચના અજવાળે ભઠ્ઠી સુધી પહોંચી હતી.
જ્યાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ધમધમી રહી હતી. દેશી દારૂ ગાળવાનો વોશ ભરેલા પાંચ પીપ મળી આવ્યાં હતા. બાદમાં પોલીસે એક પીપમાં 200 લીટર લેખે 1000 લીટર વોશનો સ્થળ પર નિકાલ કરી દેશી દારૂની ભઠ્ઠી બાબતે સ્થાનિક વ્યક્તિની પૂછતાંછ કરતાં ખોડીયાર માતાનો વાસમાં રહેતી મહિલા બુટલેગર વિરૂબેન અરજણજી ઠાકોરની જ ભઠ્ઠી હોવાનું જાણવા મળ્યું હતું.
બાદમાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠીને ઓલવી નાખી વધુ તપાસ
કરતા પાણીના હોજમાં પ્લાસ્ટિકના ડબ્બામાં ભરેલો દેશી 60
લીટર દેશી દારૃ મળી આવ્યો હતો. જેનાં પગલે એલસીબીએ
વોન્ટેડ મહિલા બુટલેગર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. એજ
રીતે પૂર્વ બાતમીના આધારે એલસીબી – 1 ની મહિલા
ટીમે પણ વાવોલથી ઉવારસદ જતા રોડ ઉપર આવેલ
કેનાલની બાજુમાં આવેલ અર્બુદા ઈંટોના ભઠ્ઠાની બાજુમાં
દેશીદારૂ ગાળવાની પ્રવૃત્તિ કરતી મહિલા બુટલેગર સવિતા
બાદરજી ઠાકોરનાં કાચા છાપરામાં રેડ કરી હતી. જ્યાંથી
પણ જમીનમાં દાટેલા ત્રણ પીપમાં ભરેલો કુલ. 300 લીટર
દેશીદારૂ ગાળવાના વોશ મળી આવ્યો હતો. જેનો સ્થળ
ઉપર નાશ કરી સવિતા ઠાકોર સાથે પણ ગુનો નોંધ્યો હતો.