ચંદુ વઘાસિયા
ડૉ.જગદીશચંદ્ર દાફડા
વિજય યાદવ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ આવનાર લોકસભા-2024માં ઈન્ડિયા ગઠબંધન સાથે પ્રજાનો વિશ્વાસ જીતશે
અમદાવાદ
રાષ્ટ્રીય સ્તરે વર્તમાન કેન્દ્ર સરકાર જ્યારે પ્રજાને 0 વોરંટી એટલે કે જુમલાઓની ભરમાર માં પ્રજાને ભોળવી રહી છે, આજે બોલ્યા આજે જ ફોકની નીતિથી ચાલે છે. કહેવાતી આત્મનિર્ભની વાતો કરવાની,આમ જનતાને ભાજપ સરકારની ગુલામ બનાવવાના કારસા કરે છે, વિકસિત ભારત,સાઈનીગં ઈન્ડિયા,રાઈઝીંગ ઈન્ડિયા અને 80 કરોડ લોકોને મફત રાશન આપવું પડે છે! બેરોજગારીની રાફડો છે, ખેડૂતો, મહિલાઓ,યુવાનો, વરિષ્ઠ નાગરિકો, નાના વેપારીઓ બધા જ મોંઘવારીથી લઈ સરકારી કુશાસન થી ત્રાહિમામ છે. તેની સામે એનસીપી (શરદચંદ્રપવાર) આગામી સમયમાં ગુજરાતમાં પણ રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવારની કિસાનલક્ષી નીતિ ને અગ્રીમતા આપી, ઈન્ડિયા ગઠબંધન (કોંગ્રેસ,આમ આદમી પાર્ટી, એનસીપી-એસસીપી, કોમ્યુનીસ્ટ પાર્ટી, સમાજવાદી પાર્ટી) સાથે ગુજરાતમાં એનસીપી (એસસીપી) ચૂંટણીમાં ઝપલાવશે તેમ જ ફક્ત રાજકારણ નહીં કરતા સામાજિક કાર્યકર્તા સહકારી અને ખેડૂતો આગેવાન અને ગુજરાત પ્રદેશ, રાષ્ટ્રવાદી
કોંગ્રેસ પક્ષ (એસસીપી) ના પ્રમુખ-પૂર્વ ધારાસભ્ય (ગોંડલ) શ્રી ચંદુભાઈ વઘાસિયા તેમજ કાર્યકારી અધ્યક્ષ ડો. જગદીશચંદ્ર દાફડા અને વિદ્યાર્થી આગેવાન વિજય યાદવ ભાજપને લડત આપશે. તે માટે રાજકોટ, કચ્છ, અમદાવાદ પૂર્વ બેઠકો માટે ગઠબંધનમાં નેતૃત્વ મળે.ગુજરાતમાં તેની માંગ રાષ્ટ્રીય સ્તરે કરશે. તેમજ આગામી સમયમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ પવાર રાજકોટ અને અમદાવાદની મુલાકાતે આવે તેનું આયોજન કરાશે.2004 થી 2024 સુધીમાં સુધીમાં ગુજરાતમાં એનસીપી રાજકોટની બેઠક સમાધાનમાં લડેલ હતી.તેમજ પોરબંદરની બેઠક 2014માં સમાધાનમાં લડેલ હતી અને કોંગ્રેસને સાથે સહકાર આપી, ગુજરાતમાં રાજકીય લડત આપેલ છે તે જ પ્રમાણે 2024 માં એનસીપીના સ્થાનિક કાર્યકર્તાઓ અને હોદ્દેદારો, પ્રદેશ સમિતિ, જેમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વિધાનસભામાં ગંઠબંધનથી લડેલ, તેજ પ્રમાણે લોકસભામાં સંયુક્ત લડત લડવામાં આવે અને શરદ પવાર જે ખેડૂતો ના હિમાયતી અને ખેડૂતલક્ષી વાતને ગુજરાતમાં સમર્થન મળે તેમ છે તેને ઉજાગર કરશે. ગુજરાત પ્રદેશના પ્રમુખ ચંદુભાઈ વઘાસિયા પૂર્વ ધારાસભ્ય ગોંડલ અને તેમની પ્રદેશ સમિતિની આગામી સમયમાં જિલ્લે જીલ્લે અને તાલુકા સ્તરે શહેરને સમાવિષ્ટ કરી સંપૂર્ણ માળખું જાહેર કરશે અને પ્રજાની સમસ્યા માટે લડત આપશે.