ગાંધીનગરનાં સેક્ટર – 16 ખાતેથી એક બે નહીં પણ 200 નંગ બેરીકેટસની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ જતાં સેક્ટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગ – 4 તેમજ ઘ – 4 અંડરપાસનું કન્સ્ટ્રક્શન કામ પૂર્ણ થતાં ખાનગી કંપનીએ જાન્યુઆરી મહિનાથી સેકટર – 16 માં સરસામાન રેઢિયાળ જ મૂકી દેવાયો હતો. જેનો લાભ ઉઠાવી તસ્કરો છ લાખની કિંમતના બેરીકેટસ ચોરી જતાં પોલીસ દોડતી થઇ ગઈ છે.
અમદાવાદની ખાનગી કંપનીના મેનેજર રવિ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની કંપનીને સરકાર તરફ કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જે અન્વયે ગાંધીનગરના ગ – 4 અને ઘ – 4 અંડરપાસનું કન્સ્ટ્રક્શનનું કામ કરવામાં આવ્યું હતું. જે કામ પૂર્ણ થઈ ગયા પછી સેક્ટર – 16 ના ખુણા આગળ બેરીકેટ, ફરમા, પાઇપો, એગ્લો, ચેનલો વિગેરે જરૂરી સામન મૂકી રાખવામાં આવ્યો હતો.
જે સામાન જરૂર જણાયે ઉપયોગ અર્થે કારીગરો લઈ જઈ
કામકાજ કરતા હતા. ગત તા. 17 મી માર્ચની રાત્રે કંપનીના
માણસો અત્રે મૂકેલા બેરીકેટ લેવા માટે ગયા હતા. પરંતુ
એકેય બેરીકેટ મળી આવ્યા હતા. આથી માલનું સ્વીફ્ટીગ
કરતા માણસોને પુછતા જાણવા મળેલ કે, છેલ્લે જાન્યુઆરી
મહિનામાં આ બેરીકેટ ત્યાં પડી રહ્યા હતા. ત્યાંથી ગિફ્ટ
સિટી મોકલવામાં આવ્યાં હતા. બાકીના બેરીકેટ ત્યાં જ પડી
રહ્યા હતા.
આથી મેનેજરે વિગતવાર તપાસ કરતા ગિફ્ટ સિટીમાં ગીફ્સીટીમા મોકલેલ બેરીકેટ સિવાયના આશરે 200 જેટલા બેરીકેટ ચોરાઈ ગયા હતા. આ અંગે મેનેજરે 75 કિલો વજનના એક બેરીકેટની 3 હજાર કિંમત લેખે છ લાખના કુલ 200 નંગ બેરીકેટ ચોરી થયાની ફરિયાદ આપતા સેકટર – 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.