ભારતીય રીઝર્વ બેન્ક (આર.બી.આઈ.) ૩૦ જાન્યુઆરી, ૨૦૧૭ ચેતવણીપત્ર માં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડના ઉપયોગથી કાળું ધન, મની લોન્ડ્રીંગ જેવા કારનામામાં ઉમેરો થઈ શકે
અમદાવાદ
ભાજપ પોતાના કરોડો રૂપિયાના પાર્ટી ફંડની લાયમાં દરિયાઈકાંઠાના ગામડાઓનું, અને ભાવિ પેઢીનું પતન કરી રહી છે.ગેરકાયદેસર ખનીજ-ખનનના પરવાના આપી અબજો રૂપિયાની કુદરતી સંપદા લુંટનાર કંપનીઓએ ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા ભાજપને ૭૦ કરોડ કરતા વધુની રકમ ‘ચંદા દો, ધંધા લો’ની ભાજપ સરકારની લુટનીતિનો શું આ ભાગ છે? તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર, બેરોક-ટોક ખનીજ લુંટની સામે ઈલેક્ટોરલ બોન્ડનાં નામે ગ્રાસીમ અને એસ્સેલ માઇનિંગ દ્વારા મહુવા અને તળાજાનાં દરિયાકાંઠાનાં માઇનિંગ પ્રોજેકટ મોટા પાયે કરી રહ્યા છે. એસ્સેલ માઇનિંગ એન્ડ ઇન્ડસ્ટ્રી લીમીટેડે તારીખ ૧૨ એપ્રિલ ૨૦૧૯ એક જ દિવસમાં ૫૦ કરોડથી વધુનાં ઈલેકટોરલ બોન્ડની ખરીદી કરવામાં આવી હતી. ગ્રાસીમ ઇન્ડસ્ટ્રી તારીખ ૧૨ એપ્રિલ ૨૦૧૯ એમ એક જ તારીખે ૨૦ કરોડના ઈલેકટોરલ બોન્ડની ખરીદી કરવામાં આવી હતી. એસ્સેલ માઇનિંગ અને ગ્રાસીમ ઇન્ડસ્ટ્રી આ બન્ને માઇનિંગ કંપનીઓ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ આદિત્ય બિરલા ગ્રુપની છે અને તેઓએ ખાનગી રીતે ઇલેક્ટોરલ બોન્ડ થકી ૭૦ કરોડથી વધુ ફંડ ભાજપને આપ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે. શું આ ૭૦ કરોડની ઇલેકટોરલ બોન્ડની માતબર રકમ માત્ર સૌરાષ્ટ્રના મહુવા અને તળાજાનાં દરિયાકાંઠાના ખનીજ ખનન મનફાવે તે રીતે કરી શકે તેના ભાગરૂપે આપવામાં આવી છે? મહુઆ તાલુકાના ભાદ્રોળ, ઢસાકુંડળ, નેક અને ઉચા કોટડા સહિતના ગ્રામ વિસ્તારોમાં મોટા પાયે ખનન માફિયા ખનન ચોરી કરી રહ્યા છે. ભાજપ પોતાના કરોડો રૂપિયાના પાર્ટી ફંડની લાયમાં દરિયાઈકાંઠાના ગામડાઓનું, અને ભાવિ પેઢીનું પતન કરી રહી છે.
ભારતીય રીઝર્વ બેન્ક (આર.બી.આઈ.) ૩૦ જાન્યુઆરી, ૨૦૧૭ ચેતવણીપત્ર માં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડના ઉપયોગથી કાળું ધન, મની લોન્ડ્રીંગ જેવા કારનામામાં ઉમેરો થઈ શકે છે. ભાજપની ચંદા દો-ધંધા લો, કોન્ટ્રાક્ટ લો, લાંચ દો જેવી હપ્તા વસૂલી અને ફંડ આપતી ફર્જી કંપની (શેલ કંપની)એ દેશમાં ભ્રષ્ટાચારનું સુનિયોજિત નેટવર્ક ઉભું કર્યું હોય તેમ સ્પષ્ટ જણાય છે. વર્ષ ૨૦૧૮ પછી ૪૩ જેટલી કંપનીએ તેની સ્થાપના ના છ મહિનામાં ઈલેક્ટોરલ બોન્ડ ખરીદ્યા અને કુલ મળીને ૩૮૪.૫૦ કરોડનું દાન આપ્યું. વર્ષ ૨૦૧૮માં નાણામંત્રાલયએ પી.એમ.એલ.એ.(PMLA)ના ઉલ્લંઘન સંબંધી ૧૯ કંપનીને ઉચ્ચ જોખમ (HIGH RISK) ના રૂપમાં ઓળખ કરી હતી. આ ૧૯ કંપનીઓએ પણ ૨૭૧૭ કરોડ રૂપિયા ઇલેકટોરલ બોન્ડ ખરીદ્યા હતા જેમાંથી ૧૮ કંપનીઓ નાણામંત્રાલયની પી.એમ.એલ.એ.(PMLA)ના ઉલ્લંઘન સંબંધી ૧૯ કંપનીને ઉચ્ચ જોખમ (HIGH RISK) લીસ્ટમાંથી બાકાત કરી નાખવામાં આવી.