ગુજરાતીઓ હરવા ફરવાના ખુબ શોખીન હોય છે. વેકેશન હોય કે પછી એક બે દિવસની રજા હોય તેવો ફરવા માટેના બેસ્ટ સ્થળ શોધતા હોય છે. તો આજે આપણે એક એવા સ્થળ વિશે વાત કરીશું જે તમારા માટે બેસ્ટ સ્થળ રહેશે. આ સ્થળે તમે ઓછા ખર્ચમાં વધુ મજા કરી શકશો. આ સ્થળ એટલું મોટું આવેલું છે કે, અહિ તમારે ફરવા માટે એક દિવસનો સમય પણ ઓછો પડશે. આ સ્થળ અમદાવાદથી માત્ર 80 કિલોમીટર દુર આવેલું છે. અહિ રજાઓમાં પ્રવાસીઓની ખુબ ભીડ જોવા મળતી હોય છે.
એડવેન્ચરના શોખીન માટે આ સ્થળ બેસ્ટ છે. અહિ ખુબ જ સુંદર ગાર્ડન આવેલું છે. તેમજ તમને અહિ દુનિયાની 7 અજાયબીઓ પણ જોવા મળશે, આ સ્થળ તમને કપલ એક્ટિવીટી, વોટરપાર્ક, કિડ્સ એક્ટિવીટી તેમજ ઢગલાબંધ રાઈડર્સનો આનંદ લઈ શકો છો. જો તમે અહિ જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે, તિરુપતિ ઋષિવન સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમે ફરી શકો છો. ટુંકમાં એડવેન્ચર પાર્ક એટલું મોટું છે કે, એક દિવસ પણ ટુંકો પડશે. જો તમે એક દિવસ માટે પરિવાર સાથે કે પછી બાળકોને લઈ ક્યાંય ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો તિરુપતિ ઋષિવન તમારા માટે બેસ્ટ છે, કારણ કે, અહિ નાના બાળકો માટે પણ અનેક એક્ટિવિટી આવેલી છે.