
વોન્ટેડ આરોપી ફુરકાનખાન નાસીરખાન પઠાણને દાણીલીમડા, અલ્લાનગરના નાકા પાસે ઝડપી પાડયો
અમદાવાદ
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર તથા ઇ.ચા. નાયબ પોલીસ કમિશનર તથા મદદનીશ પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવેલ સૂચના અને માર્ગદર્શન અન્વયે આગામી લોકસભા ચુંટણી અનુસંધાને નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા જણાવેલ હોય, જે અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર પી.કે.ગોહિલની ટીમના પો.સ.ઈ. કે.એસ.સિસોદીયા તથા સ્કોડના મ.સ.ઇ. હિતેન્દ્રસિંહ ખોડુભા, અ.હેડ.કોન્સ. સુરેશભાઈ જીવણભાઈ, અ.હેડ.કોન્સ. ભવાનીસિંહ પ્રતાપસિંહ તથા પો.કો. જીતેન્દ્રસિંહ ધીરાસંગભાઈ સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મ.સ.ઇ. હિતેન્દ્રસિંહ ખોડુભા તથા અ.હેડ.કોન્સ. સુરેશભાઈ જીવણભાઈ તથા હેડ.કોન્સ. ભવાનીસિંહ પ્રતાપસિંહને મળેલ સંયુક્ત બાતમી હકીકત આધારે લુંટ તથા મોત નિપજાવવાની કોશીષ કરવાના ગુનામાં વોન્ટેડ આરોપી ફુરકાનખાન નાસીરખાન પઠાણ ઉ.વ.૨૫, રહે. મ.નં.૨૦૫, હુશેનાબાદ સોસાયટી, તસ્લીમ સોસાયટી પાસે, સૈયદવાડી, બીબી તળાવ, વટવા, અમદાવાદ. મુળ ગામ. મડુદ, સિપાઇ વાસ, મસ્જીદની સામે, તા. જી. પાટણને તા.૨૦/૦૩/૨૦૨૪ ના રોજ અમદાવાદ, દાણીલીમડા, અલ્લાનગરના નાકા પાસે ઝડપી લીધેલ.આરોપી તથા તેના ભાઇઓ સોહીલખાન, તબરેજખાન, મકબુલખાન તથા શાનુખાન તથા અસ્લમ મામા એ રીતેના અમદાવાદ શહેર, વટવા પોલીસ સ્ટેશન પાર્ટ ‘એ” ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૮૨૦૦૫૪૫/૨૦૨૦ ઇપીકો કલમ ૩૦૨, ૧૨૦ (બી) તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબના ગુનાના કામે કોર્ટની કસ્ટડી હેઠળ અમદાવદ સાબરમતી મધ્યસ્થ જેલમાંથી હતા. આ વખતે જેલ સિપાહી તેઓને હેરાન કરતા હોવાથી પોતે જેલમાંથી વચગાળા જામીન રજા ઉપર બહાર આવી જેલ સિપાઈ જેલની બહાર આવે ત્યારે માર મારવાનો પ્લાન બનાવી આરોપી તા.૧૬/૦૯/૨૦૨૩ ના રોજ દિન-૧૫ ના વચગાળા જામીન ઉપર છુટી વચગાળા જામીન રજા ઉપરથી ફરાર થઇ ગયેલ હતો. બાદ આરોપીએ પોતાના ભાઈ રઇશખાન ઉર્ફે પટવા તથા તેના મિત્રો ઇમરાનખાન ઉર્ફે બિટ્ટુ અકરમખાન પઠાણ તથા આમાન ઉર્ફે રાજા અસલમખાન પઠાણ સાથે મળી જ્યારે જેલ સિપાઈ જેલની બહાર આવે ત્યારે માર મારવાનો પ્લાન બનાવી ગઈ તા.૨૩/૧૦/૨૦૨૩ ના રોજ સાંજના સમયે પકડાયેલ આરોપી તથા તેનો ભાઇ રઇશખાન અને અન્ય મિત્રો એ ભેગા મળી સાબરમતી જેલની બહાર જેલ સિપાહી ઉપર છરીથી ગળા ઉપર હુમલો કરી જેલ સિપાઇના ડાબા હાથની ટચલી આંગળી ઉપર ઇજા કરી મોબાઇલ ફોન તથા રોકડા રૂ.૩,૦૦૦/- ની લુંટ કરી ભાગી ગયેલ હતા. જે અંગે રાણીપ પોલીસ સ્ટેશન પાર્ટ ‘એ’ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૨૨૩૦૩૭૨/૨૦૨૩ ઇપીકો કલમ ૩૯૭, ૩૯૪, ૩૩૨, ૩૨૩, ૨૯૪(ખ), ૧૨૦(બી), ૩૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ.ઉપરોક્ત આરોપીને રાણીપ પોલીસ સ્ટેશનના ગુનાના કામે ધરપકડ થવા સોંપવામાં આવેલ છે. તેમજ આરોપી વચગાળા જામીન ઉપર ફરાર થયેલ હોય, જેથી તે અંગે અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે જાણ કરવામાં આવેલ છે.
આરોપીનો ગુનાહિત ઇતિહાસ
(૧) કાલુપુર પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૦૦૬૫૨૦૧૮ ઇપીકો કલમ ૩૨૪, ૩૨૩, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫(૧) મુજબ.
(૨) દાણીલીમડા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૦૦૪૬/૨૦૧૯ ઇપીકો કલમ ૩૦૭, ૩૨૩,૨૯૪(ખ), ૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ.
(૩) એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૦૧૨૯/૨૦૧૯ ઇપીકો કલમ ૩૬૫, ૩૩૦,
૪૨૭, ૫૦૬(૨), ૧૧૪ વિગેરે મુજબ.
(૪) વટવા પોલીસ સ્ટેશન પાર્ટ ‘એ’ ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૮૨૦૦૫૪૫/૨૦૨૦ ઇપીકો કલમ ૩૦૨, ૧૨૦(બી) તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ.
(૫) રાણીપ પોલીસ સ્ટેશન પાર્ટ ‘એ’ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૨૨૧૧૨૨૬/કલમ ૧૪૩, ૧૪૫, ૧૪૭, ૩૨૩, ૩૩૨ વિગેરે ઇપીકો મુજબ.