વિદેશી દારૂની અલગ અલગ કંપનીની નાની મોટી બોટલો નંગ:૧૯૬ કીમત રૂપીયા ૨૪,૪૦૦ તથા બીયરના ટીન નંગ:૪૮ કીમત રૂપીયા ૪,૮૦૦ તથા ફોર વ્હિલર ગાડી તથા મોબાઈલ ફોન નંગ:૦૨ મળી કુલ્લે કીમત રૂપીયા ૨,૫૪,૦૦૦ ના મુદ્દામાલ સાથે બે ઈસમો ઝડપાયા
અમદાવાદ
અમદાવાદ શહેર તથા સંયુક્ત પોલીસ કમીશ્નર શ્રી સેક્ટર- ર તથા નાયબ પોલીસ કમીશ્નર ઝોન-૫ તથા મદદનીશ પો.ક.શ્રી “આઈ” ડીવીઝનની સુચના મુજબ તેમજ પોલીસ ઈન્સપેક્ટર એસ.બી.ચૌધરીના માર્ગદર્શન હેઠળ તા:૨૨/૦૩/૨૦૨૪ ના રોજ પો.સ.ઈ જે.પી.સોલંકી તથા એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ બ.નં.૧૩૬૩૩ તથા સ્ટાફના માણસો સાથે દારૂ જુગારની પ્રવૃતિ અટકાવવા તેમજ શોધી કાઢવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા દરમ્યાન પોલીસ ઈન્સપેક્ટર શ્રી એસ.બી.ચૌધરી સાહેબ નાઓને મળેલ બાતમી હકીકત આધારે રામોલ કેનાલ ઉપર નમ્ર એપાર્ટમેન્ટ સામે જાહેરમાં પંચો સાથે વોચ તપાસ કરતા આરોપીઓ નં.૧ અમીતભાઈ ભીખાભાઈ પટેલ ઉવ:૩૯ રહે:૪૦ હરીશચંન્દ્ર નગર સુમીનપાર્ક વસ્ત્રાલ રામોલ અમદાવાદ શહેર હાલ:૨ શરણમ ડુપ્લેક્ષ સ્મશાનની સામે ચાંદખેડા અમદાવાદ શહેર તથા નં.૨ સંજય નરેન્દ્રભાઈ પંચાલ ઉવ:૩૬ રહે:એ/૧૯ હરીનંદન સોસાયટી અર્બુદાનગર ઓઢવ અમદાવાદ શહેર નાઓને પોતાના કબજાની ફોર્ડ ફીએસ્ટા ગાડી નંબર GJ.18.AH.7441 માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ કંપનીની નાની મોટી કુલ્લે બોટલો નંગ:૧૯૬ કીમત રૂપીયા ૨૪,૪૦૦/- તથા બીયરના ટીન નંગ:૪૮ કીમત રૂપીયા ૪,૮૦૦/- તથા અલગ અલગ કંપનીના મોબાઈલ ફોન નંગ:૦૨ કીમત રૂપીયા ૨૦,૦૦૦/- તથા ઉપરોક્ત ફોર વ્હિલર ગાડી કીમત રૂપીયા ૨,૦૦,૦૦૦/- મળી કુલ્લે કીમત રૂપીયા ૨,૫૪,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી સદર આરોપીઓને આ દારૂ બીયરના જથ્થા સબંધે પંચો રૂબરૂ પુછતા આરોપી નં.૧ નાએ જણાવેલ કે પોતે રામોલ પોલીસ સ્ટેશન ખાતે લીસ્ટેડ બુટલેગર હોય અને હાલ પોતે રામોલ પોલીસ સ્ટેશન તથા ક્રાઈમ બ્રાન્ચ ખાતે અલગ અલગ ચાર પ્રોહી બીશનના ગુનામાં વોન્ટેડ હોય અને તેને પૈસાની જરૂર હોય જેથી પોતે ઉપરોક્ત ફોર વ્હિલર ગાડી પોતાની માલીકીની હોય જે ગાડી લઈ પોતે રાજસ્થાન ખાતે અલગ અલગ ઠેકા ઉપરથી ઉપરોક્ત દારૂ બીયરનો જથ્થો ભરી લાવી આરોપી નં.૨ ને પોતાના દારૂના ધંધામાં રોજના રૂપીયા ૫૦૦/- પગાર ઉપર રાખી પોતે લાવેલ દારૂ બીયરનો જથ્થો છુટક વેચાણ કરવાની ફીરાકમાં આરોપી નં.૨ ને સાથે લઈ આવેલ હોય અને પકડાઈ ગયેલ હોવાની હકીકત પંચો રૂબરૂ જણાવતા ઉપરોક્ત તમામ મુદ્દામાલ કબજે કરી બન્ને આરોપીઓ વિરૂધ્ધ રામોલ પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં.૧૧૧૯૧૦૨૪૨૪૦૨૭૨/૨૪ ધી પ્રોહી કલમ ૬૬(૧)બી,૬૫(એ)(ઈ),૧૧૬(બી), ૮૧,૯૮(૨) મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે.
કામગીરી કરનાર ટીમ
પો.સ.ઈ જે.પી.સોલંકી
એ.એસ.આઈ હીરેન્દ્રસિંહ અનોપસિંહ બ.નં.૧૩૬૩૩
અ.હે.કોન્સ રમેશભાઈ મગનભાઈ બ.નં.૪૮૫૦
અ.હે.કોન્સ પ્રભાતસંગ દેવુભાઈ બ.નં.૮૮૪૭
પો.કો મહીપાલસિંહ માનસિંહ બ.નં.૧૧૨૯૩
પો.કો. પ્રદીપસિંહ ભરતસિંહ બ.નં.૭૦૯૫
પો.કો ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ બ.નં.૧૦૩૪૧
પો.કો નિરવભાઈ રાજેશભાઈ બ.નં.૧૨૦૪૫