ટ્રાફિક કોન્સ્ટેબલને હેલ્મેટ વગર ચલાવતા SPએ 36,000નો મેમો ફટકાર્યો

Spread the love

ઝારખંડમાં મોટર વ્હીકલ એક્ટ 2019 લાગુ કર્યા બાદ રાંચી ટ્રાફિક પોલીસે વિતેલા દિવસે એટલે કે શુક્રવારે એક ટ્રાફિક કોન્સેટબલને 36 હજાર રૂપિયાનો મેમો પકડાવ્યો છે. એટલું જ નહીં રાંચીના એસપી ટ્રાફિક અજીત પીટર દુંગદુંગે કોન્સ્ટેબલની સાથે બાઈક પર પાછળ બેઠેલ અધિકારી પાસે સ્પષ્ટતા પણ માગી છે. કારણ કે ટ્રાફિક કોન્સ્ટેબલ ઉપર ટ્રાફિક નિયમ તોડવાનો આરોપ છે.

સૂત્રો મુજબ ટ્રાફિક કોન્સ્ટેબલ રાજેશ કુમાર અને ASI પરમેશ્વર રાજ ગુરુવારે રાત્રે હેલ્મેટ વિના બાઈક ચલાવી રહ્યા હતા. આ દરમિયાન ટ્રાફિક કંટ્રોલ કરી રહેલા SPએ જોયું કે કોન્સ્ટેબલ હેલ્મેટ વિના ડ્રાઈવ કરી રહ્યો છે.

આ વિશે વાત કરતા SP દુંગદુંગે કહ્યું, ગુરુવારે રાત્રે હું કરબલા ચોકથી જઈ રહ્યો હતો, ત્યારે મેં જોયું બે લોકો હેલ્મેટ વિના બાઈકથી જઈ રહ્યા હતા. મને જોતા જ તેઓ ભાગી ગયા. જોકે હું તેમને ઓળખી ગયો હતો અને શુક્રવારે સવારે મેં તેમને મારી ઓફિસે બોલાવ્યા. સવારે મેં તેમને ઘટના વિશે પૂછ્યું તો તેમણે પોતાની ભૂલ સ્વીકારી લીધી.

SPએ જણાવ્યું કે તેમના આદેશ પર કોન્સ્ટેબલ રાજેશ કુમારને 36 હજારનો દંડ કરવામાં આવ્યો. ઉપરાંત ASIના કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી. તેમણે કહ્યું કે કાયદો બધા માટે સમાન છે અને પોલીસ કાયદાનું ઉલ્લંઘન કરશે તો તેમને પણ બમણો દંડ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com