GJ-18 ખાતે ફાટકો હવે હટાવીને અંડર પાસ બનાવવાની કામગીરીઓ ચાલી રહી છે, ત્યારે જ્યાં જરૂર નથી ત્યાં અંડર પાસ બનાવી દીધા છે, ત્યારે ક-રોડ અને ખ-રોડ આવવા જવા માટે રોજબરોજ આચાર વાહનો આવન જાવન કરે છે, ત્યારે આ ફાટકે તો રોજબરોજ ફોરવીલરના પંચર, સેન્સર તૂટી જવાના બનાવો બની રહ્યા છે, ત્યારે સેક્ટર-૨૨ અંડરપાસ બનાવવા કરતા તાતી જરૂર અહીંયા હોવાથી અહીંયા પ્રથમ બનાવવાની જરૂર છે, રોજ અહીંથી હજારો વાહનો પસાર થાય છે, ફાટક બંધ હોય તો ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે,
ફાટકોના રોડ તૂટી ગયા હોઈ અને ઊંડા ખાડા પડી જવાના કારણે ગાડીઓ પણ પછડાઈ રહી છે, ત્યારે આ રસ્તો ચાલુ છે, ત્યાં સુધી વાહન ચાલકો માટે તો કાંઈક કરો,
બોક્સ
ખખડધજ ફાટકો ના કારણે કારો પછડાવાના અને ટ્રાફિકના દ્રશ્યો સર્જાય છે, સેક્ટર-22 ખાતે અંદર પાસની જરૂર નથી, ત્યાં અંદર પાસ અને જ્યાં જરૂર તાતી છે, ત્યાં હજુ કામગીરી શરૂ કરવાની પાઇપમાં ચાલી રહી છે,