ગાંધીનગરનાં ખાપરેશ્વર ગામની ભાગોળે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતાં ચાર જુગારીઓને રખીયાલ પોલીસે પૂર્વ બાતમીના આધારે રેડ કરીને 10 હજાર 530 નાં મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર રખીયાલ પોલીસની ટીમ રાત્રીના સમયે
પેટ્રોલીંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળી હતી
કે, ખાપરેશ્વર ગામની ભાગોળે આવેલ ખુલ્લી જગ્યામાં
સ્ટ્રીટ લાઈટના અજવાળે કેટલાક ઇસમો પોતાના અંગત
આર્થીક ફાયદા સારું પાના પત્તાથી હારજીતનો જુગાર રમી
રમાડે છે. જે હકીકતના આધારે પોલીસે ઉક્ત સ્થળે રેડ
કરવામાં આવી હતી. જ્યાં સ્ટ્રીટ લાઈટના અજવાળે ચાર
ઈસમો જુગારની બાઝી માંડીને બેઠેલા હતા. જેઓને જેતે
સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે પૂછતાંછ
હાથ ધરતા તેમણે પોતના નામ મનુજી કાન્તિજી ઠાકોર (રહે-
જિંડવા,દહેગામ), રણજીતજી ઉર્ફે ભરત ઉદાજી ઠાકોર,
જીગર રામાજી ઠાકોર તેમજ ભલાજી ચહેરાજી ઠાકોર
(ત્રણેય રહે- ખાપરેશ્વર તાબે કડજોદરા, દહેગામ) હોવાનું
જણાવ્યું હતું.
બાદમાં પોલીસે ત્રણેયની અંગજડતી કરતા પેન્ટના
ખીસ્સામાથી ભારતીય જુદા-જુદા દરની ચલણી નોટો તેમજ
દાવ પરથી રોકડ રકમ મળીને કુલ રૂ. 10 હજાર 530 તેમજ
ગંજીપાના પત્તા વેર વીખેર હાલતમાં પણ મળી આવ્યા હતા.
જેનાં પગલે પોલીસે ચારેયની જુગાર ધારા હેઠળ ધરપકડ
કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.