અંકિત બારોટ ગજેન્દ્રસિંહ વાઘેલા નું નગર સેવક તરીકે, પ્રાથમિક સભ્ય તરીકે કોંગ્રેસમાંથી રાજીનામું
ગુજરાતમાં ભાજપમાં જવાની મોસમ ખીલી છે, ત્યારે મોડા મોડા હવે અંકિત બારોટ તથા ગજેન્દ્રસિંહ વાઘેલાએ પણ કોંગ્રેસના નગરસેવક તથા પ્રાથમિક સભ્ય તરીકે કોંગ્રેસને હવે અલવિદા કરી દીધી છે, ત્યારે ભાજપના 44 નગર સેવકો માંથી ૪૧ સીટો જીતી છે, ત્યારે કોંગ્રેસની બે સીટ અને આમ આદમી પાર્ટીની એક સીટ આવી હતી ત્યારે કોંગ્રેસના બે સભ્યોએ રાજીનામા આપ્યા બાદ હવે માત્ર એક આમ આદમી પાર્ટી તરીકે ફક્ત લેબલ રહ્યું છે, અંકિત બારોટ પોતે નવયુવાન અને વિરોધ પક્ષ તરીકે ભારે હુંફાવતા હતા, ભાજપ કોંગ્રેસના જોડે ખાય ભજીયા અને બહાર થતા હતા કજીયા, કજીયાનું સોલ્યુશન ભજીયાથી થઈ ગયું છે, ત્યારે હવે ભજીયા ક્યાંય જોવા નહીં મળે બધે ભજીયા ભજીયા હવે ખાવાના રહેશે,
વિરોધ પક્ષમાં હતા એટલે શાસક પક્ષનો કાન આમબનાર હવે અંકિત બારોટ આવનાર દિવસોમાં કમળને પકડી લેશે, ત્યારે માણસા હાઈવે પાસે એક હોટલમાં ભાજપમાં આવકારવા તાડવાડ તૈયારીઓ પણ આરંભાઇ ગઈ છે, ત્યારે કાર્યકરો કોંગ્રેસમાંથી અંકિત બારોટ સાથે કેટલા જોડાય છે, તે પણ જોવા મળશે,
બોક્સ
-> વિરોધ પક્ષ તરીકે શાસક પક્ષને તોળા પોકારી દીધા બાદ હવે શાસક પક્ષના ખોળામાં બેસવાનું હોય જેથી જો રહેવું પણ જરૂરી છે, કજીયા નહીં ચાલે ફક્ત શાંત રહીને ભજીયા ખાવ,
-> આવનારા દિવસોમાં હવે પેટા ચૂંટણી આવશે, ક્યારે ચૂંટણી કોણ ઉમેદવાર આવે છે, તે જોવું રહ્યું,બાકી અંકિત બારોટ તથા ગજેન્દ્રસિંહ વાઘેલાને ભાજપમાં જોડાઈ જાય, અને ટિકિટ મળવાથી લઈને હોદ્દાનું કોઈ કમીટમેન્ટ છે કે કેમ? તે શહેરમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે, બાકી કોંગ્રેસનો કંચો ભાજપ વાળા લઈ ગયા,