ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનનો અમદાવાદ વાય.એમ.સી.એ ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો

Spread the love

અમદાવાદ

ફેડરેશન પ્રમુખ તરીકે હેમાંગ રાવલની સર્વાનુમતે વરણી અને કાર્યકરણીની શપથ વિધિ યોજાઈ.ગુજરાતના 1,000 થી વધારે સંલગ્ન કોચિંગ સેન્ટરો ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન એડમિશનની નિ:શુલ્ક સુવિધા પૂરી પાડશે.ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન એ ગુજરાતની 50,000 થી વધુ કોચિંગ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ફેડરેશનની આજરોજ યોજાયેલી એન્યુઅલ જનરલ મીટીંગમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, મહેસાણા, ભાવનગર, જેતપુર, જુનાગઢ, હિંમતનગર, પાલનપુર, પોરબંદર, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, સુરત, વરાછા, કતારગામ, કેશોદ, ગાંધીનગર સહિતના એસોસિએશનના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. ઉપરોક્ત એ.જી.એમ.માં આગામી બે વર્ષ માટે શ્રી હેમાંગભાઈ રાવલને પ્રમુખપદ તરીકે સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવ્યા હતા. સાથે સાથે ઉપપ્રમુખ, ડેપ્યુટી પ્રેસિડેન્ટ, પ્રદેશ પ્રમુખ, જોઈન્ટ સેક્રેટરી, એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર્સ અને પી.આર.ઓ શ્રીઓનો પણ શપથગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો.

ફેડરેશનમાં નીચેના મુદ્દા ઉપર ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

– ફેડરેશન ગુજરાતના 1,000 થી વધારે સંલગ્ન કોચિંગ સેન્ટરો ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન એડમિશનની નિ:શુલ્ક સુવિધા પૂરી પાડશે.

– કોચિંગ ક્લાસ માટેની ગાઇડલાઇન બનાવતા પહેલા સરકાર ફેડરેશનની સાથે ચર્ચા કરે અને જે પ્રમાણે વકીલાત માટે બાર કાઉન્સિલ, ફાર્મસીસ્ટ માટે ફાર્મસી કાઉન્સિલ રજીસ્ટ્રેશનની નોડલ ઓથોરિટી છે એ જ પ્રમાણે ફેડરેશનને પણ કોચિંગ ક્લાસીસ રજીસ્ટ્રેશન માટે નોડલ એજન્સી નીમવામાં આવે. આરટીઇના કાયદા મુજબ કોઈપણ શાળાના શિક્ષકો શાળાના સમય દરમિયાન કે શાળાના સમય બાદ વેતન કે અવેતન કોઈપણ પ્રકારની ટ્યુશન પ્રવૃત્તિ કરી શકે નહીં. ગુજરાતમાં ઘણી જગ્યાએ શાળાના શિક્ષકો ટ્યુશન બિનઅધિકૃત રીતે કરાવી રહ્યા છે અને શાળાઓ પણ ડે સ્કૂલમાં ગેરકાયદેસર ટ્યુશન કરાવી રહી છે. આ બધાને દામવા માટે થઈને ફેડરેશન એક ટાસ્ક ફોર્સની રચના કરશે અને વાલી વિદ્યાર્થીઓને સાથે રાખીને ‘જનતા રેડ’ કરશે.ધોરણ 10 ની બોર્ડની પરીક્ષા વિદ્યાર્થી 100 માર્કસની આપે છે છતાં રિઝલ્ટમાં તેના 80 માર્ક્સ જ ગણવામાં આવે છે અને 20 માર્ક ઇન્ટર્નલ શાળાઓ દ્વારા આપવામાં આવે છે. આ બાબતે વર્ષોથી ગેરનીતિઓ થતી હોય છે અને વિદ્યાર્થીઓને ઇન્ટર્નલ માર્કસને ધ્યાનમાં રાખીને ટ્યુશન માટે બ્લેકમેલિંગ કરાય છે માટે ફેડરેશન દ્વારા ઇન્ટર્નલ માર્ક નાબૂદ કરવા માટે સરકારને અનુરોધ કરવામાં આવશે.

ફેડરેશનની એન્યુઅલ જનરલ મીટીંગમાં ઉપરોક્ત મુદ્દાઓને સર્વાનુમતે ઠરાવવામાં આવ્યા હતા અને વિવિધ ઘટક સંઘો દ્વારા તેઓના દ્વારા કરેલા શિક્ષણલક્ષી કાર્યોની માહિતી પણ સમગ્ર ગુજરાતમાંથી આવેલા શિક્ષણવિદોને આપવામાં આવી હતી. ફેડરેશનનો એકેડેમી એસોસિએશનના નવ નિયુક્ત પ્રમુખ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, “ફેડરેશનમાં શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ અને શિક્ષણને લગતા પ્રશ્નો માટે આગામી બે વર્ષનો સંપૂર્ણ રોડ મેપ તૈયાર કરવામાં આવશે અને તે મુજબ તેને વળગી રહીને કાર્ય પદ્ધતિ અપનાવવામાં આવશે.” અમદાવાદમાં વાય.એમ.સી.એ. ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આયોજિત ઉપરોક્ત ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશનની એન્યુલ જનરલ મીટીંગને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવી હતી તથા ટોપ્સ ટેકનોલોજી દ્વારા પ્રાયોજિત કરવામાં આવેલ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com