સાપ અને નાગની કલ્પનામાત્રથી લોકો ફફડી જાય છે. શહેરોમાં તો ઠીક પરંતુ ગામડાઓમાં હજુ પણ સાપ અને નાગથી બચવા માટે લોકો જાત જાતના ગતકડા અપનાવતા જોવા મળતા હોય છે. ત્યારે એવો ખ્યાલ ચોક્કસપણે આવે કે આ જીવથી સુરક્ષિત રીતે કેવી રીતે બચી ભાગવું કે તેને કોઈ પણ હાનિ પહોંચાડ્યા વગર ભગાડવો કેવી રીતે. શું દુનિયામાં એવી કોઈ વસ્તુ છે કે જેની વાસથી સાપ દૂર ભાગી જાય?.જો તમે પણ આ બધું જાણવા માંગતા હોવ તો આ માહિતી તમને કામ આવી શકે છે. ખાસ વાંચો.
આમ તો સાપ કોઈને હાનિ પહોંચાડતા નથી પરંતુ જોખમ ભાળી જાય તો પોતાની સુરક્ષાના હથિયાર તરીકે ઝેરનો ઉપયોગ કરે છે. એટલે કે જો સાપ ઝેરી હોય તો તે ડંખ મારે છે. આવા સમયે સાપ ખતરનાક જાનવર પણ બની જાય છે. લોકોમાં સાપનો ડર રહેલો હોય છે. સાપ એવું સરિસૃપ જાનવર છે જેનાથી દરેક દૂર ભાગે છે અને ઈચ્છે છે કે સાપ તેમની નજીક પણ ન ફરકે. ત્યારે તેમને દૂર કેવી રીતે રાખવા. શું આ દુનિયામાં એવી કોઈ ગંધ છે જે સાપને દૂર રાખી શકે.
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Quora પર એક યૂઝરે આ અંગે એક સવાલ પૂછ્યો અને અનેક લોકોએ તેનો જવાબ આપ્યો. આ ચીજો પર જ્યારે કોઈ પણ રિસર્ચ કરવામાં આવ્યું તો ખબર પડી કે એવી અનેક વસ્તુઓ છે જેની ગંધ સાપને પણ ગૂંગળાવી નાખે છે એટલે કે સાપને તે ગંધ ગમતી નથી. આ સવાલના જવાબમાં એક યૂઝરે જણાવ્યું કે સાપ કેરોસિનની વાસ સહન કરી શકતો નથી. તે તેની નજીક પણ ફરકતો નથી.
જો કે એનિમલ વેબસાઈટ એજ એનિમલમાં 14 એવી વસ્તુઓ ગણાવી છે જેને સૂંઘતા જ સાપ ચાલતી પકડે છે. એટલે કે દૂર ભાગે છે. જેમાં લસણ અને ડુંગળી મુખ્ય છે. આ ઉપરાંત ફૂદીનો, લવિંગ, તુલસી, તજ, સરકો, લિંબુ અને સૌથી મહત્વપૂર્ણ એમોનિયા ગેસ પણ છે. અનેકવાર ધૂમાડાથી પણ સાપ પ્રભાવિત થઈ જાય છે એટલે કે ધૂમાડાથી પણ દૂર ભાગી શકે છે. સાપને આ બધી વસ્તુઓની વાસ ખુબ જ વિચિત્ર લાગે છે અને એટલે તે આ બધાથી દૂર ભાગવાની કોશિશ કરે છે.