GJ-18 મનપા દ્વારા અનેક વિસ્તારોમાં હજુ પણ સાફ-સફાઈથી લઈને ગટરના ઢાંકણા તૂટી ગયા હોવા છતાં તંત્ર કશું જ કરતું નથી, કોઈ બાળક પડી જાય તો તંત્ર દોડે, ત્યારે સમય પહેલા બાળ કેમ નહીં? ત્યારે ધોળાકુવા પાસે આવેલા ઈશ્વર પ્રતાપજી ઠાકોરના ઘરની આગળ ગટર તો ઉભરાય છે, પણ ઢાંકણું તૂટી ગયા બાદ હવે ઢાંકણું નાખવામાં તંત્ર મુહર્ત અથવા ચૂંટણી બાદ આચારસંહિતા હોવાથી રાહ જોઈ રહી છે,
ગટરમાં કોઈ બાળક પડી જશે તો? રહી સોની દૂર્દશા માટે હવે કંઈક કરો, ધોળાકુવા કે પછી ગટર ખુલ્લા કુવા નામ પડી જાય તેવી સ્થિતિ,
બોક્સ
-> શહેરમાં મુખ્ય માર્ગો તમામ ઉપર ઘટનાઓના ઢાંકણા તૂટી ગયા છે ત્યારે ધોળાકુવા ખાતે જે તસવીરમાં જોઈ શકાય છે, જે અનેક રજૂઆતો છતાં નગરસેવકો એક ગટરનું ઢાંકણું નંખાવી શક્યા નથી,