રાજયમાં શાળાઓ કોલેજો મોંઘી દાઢ થતી જાય છે, અને તગડી ફી વસુલે છે, ત્યારે ભોજન પણ ક્વોલીટીના તગડા ભાવ લીધા બાદ પણ બિન ક્વાલિટી જે માનવજાત ન ખાય તે ઇયળ વાળું પીરસવામાં આવે ત્યારે કહેવત છે કે પકડાય ત્યારે ચોર બાકી ચલતા હૈ, ત્યારે કોલેજના વિદ્યાર્થીઓના ભોજનમાં ઇયળ નીકળતા શહેરમાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે,
GJ-18 એવા ઘ-૫ પાસે આવેલી એલડીઆરપી કોલેજના ભોજનશાળા એટલે કે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના ભોજનમાં ઇયળ નીકળતા વિદ્યાર્થીઓ ભારે ધમાલ મચાવી હતી. અગાઉ પણ આ મુદ્દે ફરિયાદ કરેલ ત્યારબાદ ફરીવાર નીકળતા હવે એવું લાગે છે કે નિમ્ન કક્ષાનું ભોજન પીરસાઈ રહ્યું છે, ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા આ મુદ્દે ભારે હોહા મચાવી છે.
બોક્સ:-
જાણીતી કોલેજમાં વિદ્યાર્થીઓ માટે નિમ્ન કક્ષાનું ભોજનમાં મળી આવતા ભારે ચર્ચા જગાવી, આજરોજ ઘણા વિદ્યાર્થીઓ ભોજનથી દૂર રહીને ઉપવાસ કર્યા હતા. પૈસા તગડા લઈને નિમ્ન કક્ષાનું ભોજન પીરસતા તત્વો સામે કાર્યવાહી ક્યારે? અગાઉ પણ આ ઘટના બનેલ ત્યારબાદ બીજી વાર બનતા વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં