રાજકોટના રૂપાલા સહિતના વિવાદે હવે ભાજપને પણ બેકફુટમાં મૂકી દીધો

Spread the love

લોકસભા ચૂંટણીમાં એક તરફ ભાજપને રાજયની તમામ 26 બેઠકોમાં હેટ્રીક કરવાનો જે ચાન્સ દેખાતો હતો તેમાં રાજકોટના રૂપાલા સહિતના વિવાદે હવે ભાજપને પણ બેકફુટમાં મૂકી દીધો છે અને તે વચ્ચે રૂપાલા અંગે અંતિમ નિર્ણય દિલ્હી જ લેશે પરંતુ તેમાં ભાજપની ‘શાખ’ સચવાઇ જાય તે રીતે પરસોતમભાઇ રૂપાલાને પીછેહઠ કરવા કહે તો પણ આશ્ર્ચર્ય થશે નહીં તેવી ચર્ચા શહેર ભાજપમાં છે.

ક્ષત્રિય સમાજની એક બાદ એક બેઠક મળી રહી છે અને તેમાં જે રીતે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે તે પછી રૂપાલાની માફી કઇ રીતે સ્વીકાર્ય બનશે તે પણ પ્રશ્ર્ન છે.

આ સ્થિતિ વચ્ચે પરસોતમભાઇ રૂપાલા ખુદ પોતે પક્ષના હિતમાં ચૂંટણીમાંથી ખસી જાય છે તેવી જાહેરાત કરે તો આશ્ર્ચર્ય થશે. હાલ આ એક માત્ર માર્ગ ભાજપ પાસે બચ્યો છે અને ભાજપ મોવડી મંડળ પણ ગુજરાતમાં અન્ય બેઠકો પર જે વિવાદ છે તેમાં હવે ઉમેદવારી નોંધાવવાની તારીખ નજીક આવતી જતી હોવાથી તેમાં સમાધાનની શકયત નહીં દેખાતા રૂપાલાને ખુદ ચૂંટણી નહીં લડવાની કરવા કહે તેવી શકયતા નકારાતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *