સ્ટેચ્યુ ઓફ લિબર્ટી એક અસાધારણ ઘટનાનું સાક્ષી બન્યું છે. ન્યૂ યોર્ક શહેર અને આજુબાજુના વિસ્તારમાં ગઈકાલે 4.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની ઉપર લગાવવામાં આવેલ સર્વિલન્સ કેમેરાએ શહેરના કેટલાક ખાસ દ્રશ્યોને કેપ્ચર કર્યા છે, તે સોશિયલ મીડિયા પર ખુલ જ વાયરલ થઈ રહેલ છે.
Yesterday statue of liberty struck by the lightning and today earthquake hit New York City,what the hell is going on.#NewYorkCity #NewYork #NewJersey #earthquake #earthquakenyc pic.twitter.com/yPR3jTjrnw
— The optimist✌ (@MuhamadOmair83) April 5, 2024
આ વિસ્તારમાં અસાધારણ ભૂકંપની ઘટનાએ ન્યૂયોર્ક તથા ફિલાડેલ્ફિયાની ગગનચૂંબી ઈમારતોમાં રહેતા લાખો લોકોને ડરાવી દીધા હતા.ભૂકંપને લીધે કોઈ જાનહાની થઈ ન હતી, પણ લોકોએ પહેલી વખત ભૂકંપનો અહેસાસ કર્યો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં શહેર ભૂકંપના ઝાટકાથી હલતુ જોવા મળ્યું હતું. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પર લગાવવામાં આવેલ કેમેરામાં ધ્રુજારી જોવા મળી હતી.ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે આ ઘટનાને ગત સદીમાં પૂર્વી તટ પર આવેલ સૌથી મોટા ભૂકંપ તરીકે ગણાવ્યો હતો.