ગુજરાતનું કહેવાતું પાટનગરમાં હવે મોટાભાગનો વહીવટ મનપા કરે છે ત્યારે મનપા દ્વારા સૌથી વધારે ટેક્સ કલેક્શનની તગડી આવક હોય તો તે GIDC ની છે, ત્યારે GIDC ની હાલત જાેઈએ તો રોજ રસ્તા ગંદકી ગટરો પણ તૂટી ગઈ છે અને જીઆઇડીસી માં બીજું બધું ચાલે પણ રોડ રસ્તા તો ટકોરા બંધ જાેઈએ જ, રોજબરોજ સામાન ઠલવાતો હોય અને અહીંથી પ્રોડક્શન થતું હોય ત્યારે ટેક્સની ઉઘરાણીમાં વ્યસ્ત રહેતી મનપા એક વાર જીઆઇડીસી નો આટો પણ મારે, GIDC સેક્ટર ૨૮, ૩૦ થી લઈને મોટાભાગની GIDC મા રોડ, રસ્તા બેસી ગયા છે, ત્યારે હમણાં મનપાએ ફરફરિયા ટેક્સ બિલોના પકડાવી દીધા પણ સેવાના નામે મીંડું જેવો ઘાટ સર્જાયો છે, ત્યારે રોડ રસ્તા પણ ડિસ્કો રોડ બનતા વાહનો જે GIDC મા પ્રવેશ કરે છે તે પણ તોબા પોકારી ગયા છે,
——-
તગડા ટેક્સ અને તે પણ કોમર્શિયલ ભરવા છતાં જીઆઈડીસી નાં રોડ, રસ્તા રીપેરીંગથી લઈને નવા બનાવવા તંત્ર વામળું પુરવાર, ટેક્સ બિલ ઉઘરાણી કરવામાં પઠાણી, કામના નામે વેપારીઓની અનેક રજૂઆત છતાં પીપૂડું કાનમાં તંત્રને સંભળાતું નથી,