લાંચિયા સરકારી બાબુઓ માટે લાંચ લેવા આવતો લાંચિયો દલાલ ઝડપાયો,..અનેક અધિકારીના નામ સામે આવ્યાં…

Spread the love

લાંચિયા સરકારી બાબુઓએ લાંચ લેવા માટેની મોડેસ ઓપરેન્ડી બદલી દીધી છે. ACBના રડારથી બચવા માટે લાંચિયા બાબુઓ ખાનગી માણસો મારફતે લાંચ સ્વીકારતા હોય તેવા કિસ્સા ધ્યાને આવ્યા છે. તાજેતરમાં કેટલાક બનાવો બન્યા છે જેમાં સરકારી અધિકારી સીધી રીતે લાંચ લેતા હોય નહીં પરંતુ તેમના મળતિયાઓ મારફતે લાંચ સ્વીકારતા હોય તેવું જાણવા મળી રહ્યું છે.

તેના પગલે ACBએ વચેટિયાઓ સામે પણ લાલ આંખ કરીને ધરપકડ કરવાની શરૂઆત કરી દીધી છે. આ ઉપરાંત ખાનગી માણસોના નિવેદન બાદ જે-તે સરકારી કર્મી વિરુદ્ધ પણ ગુના દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.

રૂપિયા 200ની લાંચ હોય કે પછી આવક કરતા વધુની સંપત્તિ ધરાવતા સરકારી કર્મચારીઓ હોય, ACB તેમની પર કડકાઈપૂર્વક કાયદાનો ગાળિયો કસી રહી છે. અપ્રમાણસર મિલકત ધરાવતા સરકારી બાબુઓના કેસમાં જોવા મળ્યું છે કે કોર્ટમાંથી પણ લાંચિયા સરકારી કર્મીઓના જામીન રદ થયા હોય અંતે લાંચિયા આરોપીને ACB સમક્ષ શરણાગતિ સ્વીકારવી પડી હોય તેવું સામે આવ્યું છે.

છેલ્લા કેટલાંક વર્ષોથી ACBએ લાંચિયા અધિકારી, સરકારી કર્મચારી વિરુદ્ધ ગુના દાખલ કરવાની કવાયત હાથ ધરી છે. તેના પગલે સરકારી બાબુઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ઘણાં અધિકારીઓએ ખાનગી માણસોને લાંચ લેવા માટે નિયુક્ત કર્યા છે. કેટલાક પ્રોવિઝન સ્ટોર તથા દુકાનદારોના ડિજિટલ પેમેન્ટના સ્કેનરનો ઉપયોગ કરવા લાગ્યા છે. જોકે, ACB લાંચિયા લોકોને દબોચી લેવામાં સફળતા હાંસલ કરી રહી છે એ પછી ખાનગી માણસો હોય કે પછી અન્ય કોઈપણ માર્ગે લાંચ લેવામાં આવી હોય. ACBએ ઘણાં લાંચિયા સરકારી તથા ખાનગી વ્યક્તિને ઘૂંટણીએ પાડી દીધા છે. હાલ ACBએ પોતાની કાર્યપ્રણાલીમાં બદલાવ કરીને ખાનગી વ્યક્તિ વિરુદ્ધ પણ ગુના દાખલ કરવાની શરૂઆત કરી દીધી છે. તેની પાછળનું અગત્યનું કારણ છે કે ખાનગી વ્યક્તિના પકડાયા બાદ લાંચિયા અધિકારીની વહીવટ અને બેનામી આવકની આખી લાઈન તૂટી જશે અને પકડાયેલા ખાનગી વ્યક્તિના નિવેદનમાં કોના કહેવાથી લાંચ લેવા કે સ્વીકારવા આવ્યો હતો તે સરળતાથી જાણી શકાય છે. અત્યાર સુધીના કિસ્સામાં મોટાભાગે મ્યુનિ. કોર્પોરેશન વિભાગમાં અને રેવન્યૂ વિભાગમાં અને ગૃહ વિભાગમાં કામ કરતા સરકારી કર્મીઓ દ્વારા લાંચ લેવામાં અને માગવામાં આવી હોય તેવા કિસ્સા વધુ સામે આવ્યા છે અને આ બે જ ડિપાર્ટમેન્ટમાં ખાનગી વ્યક્તિને વહીવટ માટે નિમણૂક કરવામાં આવ્યા હોય તેવું પણ ACBના ધ્યાને આવ્યું છે. હાલ આવા ઘણા ખરા સરકારી કર્મીઓ તથા ખાનગી વ્યક્તિનું લિસ્ટ તૈયાર કરી દેવામાં આવ્યું છે અને આગામી સમયમાં આવા તમામ ખાનગી લાંચિયા લોકો પર ACB વધુ કડકાઈથી કામગીરી કરવાની તૈયારી બતાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com