રાજકોટના ધોરાજી અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત થયા છે.જેમાં માંડાસણથી ધોરાજી તરફ જતી કારનો અકસ્માત થયો છે. ભાદર ડેમમાં કાર ખાબકતાં મોત થયા છે. તેમાં એક જ પરિવારના 4 સભ્યોના મોતથી સ્થાનિકોમાં પણ શોક વ્યાપી ગયો છે. જેમાં ત્રણ મહિલા, 1 પુરુષનું અકસ્માતમાં મોત થયુ છે.
માંડાસણથી ધોરાજી તરફ જતી કારનો અકસ્માત થયો છે.જેમાં ચાલુ કારે ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો.જેમાં રાજકોટના ધોરાજી અકસ્માતમાં ચાર વ્યક્તિના મોત થયા છે.રાજકોટ જિલ્લાના ધોરાજી અકસ્માતમાં બે મહિલા,એક યુવતી અને એક પુરુષનું મોત થતા બાકીના પરિવારમાં શોક વ્યાપી ગયો છે. માંડાસણથી ધોરાજી તરફ પોતાની કાર લઈને આવતા ચાલુ કારે ટાયર ફાટતા કાર ભાદર ડેમમા પડી ગઇ હતી.
ચાર વ્યકિત ધોરાજીના જેતપુર રોડ પરના રહેવાસી હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે. આ અકસ્માતમાં પ્રાથમિક તબક્કે કારનું ટાયર ફાટયુ હોય અને અકસ્માત સર્જાયો હોય તેવુ જાણવા મળેલ છે. આ અકસ્માતને લઈ ધોરાજી સરકારી હોસ્પિટલમાં મૃતકના પરીવારજન તથા ભાજપના અગ્રણીઓ તથા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો હોસ્પિટલે પહોચ્યા હતા. ધોરાજી સરકારી હોસ્પિટલમા લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.