‘પાંચ ન્યાય’ હેઠળ ૨૫ ગેરંટીથી થીમ પર વોર ફોર ન્યાય ઝોનની રચનાઃમુકુલ વાસનીક અને  શક્તિસિંહ ગોહિલ દ્વારા ‘વોર ફોર ન્યાય’ ઝોનના મીડીયા રૂમ, વોરરૂમને ખુલ્લુ મુકવામાં આવ્યું

Spread the love

કોંગ્રેસ પક્ષનાં ન્યાયપત્રમાં યુવાનો, મહિલાઓ, કામદારો અને ખેડૂતો માટે ન્યાય યોજનાઓ માટે રજુ કરી પ્રતિબધ્ધતા

મીડીયા રૂમ, વોરરૂમ, સ્ટ્રેટેજી રૂમ, કો-ઓર્ડીનેશન રૂમ સહિત ૧૪ જેટલા રૂમો થકી લોકસભા ચૂંટણીની સક્રિય કામગીરી

અમદાવાદ

રાજીવ ગાંધી ભવન ખાતે એ.આઈ.સી.સી.ના વરિષ્ઠ મહાસચિવ, સાંસદશ્રી અને ગુજરાત કોંગ્રેસનાં સંગઠન પ્રભારીશ્રી મુકુલ વાસનીકજી અને પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલજી સહિત વરિષ્ઠ આગેવાનશ્રીઓની ઉપસ્થિતમાં લોકસભા ચૂંટણી માટે ન્યાયપત્ર જાહેર કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષનાં ન્યાયપત્રમાં યુવાનો, મહિલાઓ, કામદારો, ખેડૂતો, શ્રમિક અને ભાગીદારી માટેની ૨૫ ગેરંટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ૪૮ પાનાના ન્યાય પત્રમાં દસ ન્યાય માટેના સંકલ્પ કરવામાં આવ્યા છે. દેશમાં ભાજપ સરકારના રાજમાં બેરોજગારી, મોંઘવારી, આર્થિક હાલાકી સહિતની મુશ્કેલીઓના અન્યાય કાળને ખતમ કરી કોંગ્રેસ પક્ષ ન્યાય કરશે. આ ન્યાય પત્રમાં યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમિક ન્યાય, હિસ્સેદારી ન્યાય, બંધારણીય ન્યાય, આર્થિક ન્યાય, રાજ્ય ન્યાય, સંરક્ષણ ન્યાય, પર્યાવરણ ન્યાય એમ દસ ન્યાય સંકલ્પ આપવામાં આવ્યાં છે. કોંગ્રેસ પક્ષની ૨૫ ગેરંટીઓમાં ૩૦ લાખ સરકારી નોકરીઓ જેમાં તમામ સરકારી ખાલી જગ્યાઓ ભરતી કેલેન્ડર પ્રમાણે ભરવામાં આવશે, યુવાનોની પહેલી નોકરી પાકી જેમાં દરેક શિક્ષિત યુવકને એક લાખની એપ્રેન્ટિસશિપનો અધિકાર, મહાલક્ષ્મી ગેરંટી અંતર્ગત દરેક ગરીબ પરિવારની એક મહિલાને દર વર્ષે એક લાખ રૂપિયા આપવામાં આવશે. કેન્દ્ર સરકારની નવી નોકરીઓમાં મહિલાઓને ૫૦% અનામત આપવામાં આવશે. ખેડૂતોને વાજબી વળતર માટે સ્વામિનાથન પંચની ફોર્મ્યુલા પ્રમાણે લઘુત્તમ ટેકાના ભાવને કાનૂની દરજ્જો તેમજ કૃષિ લોન માફ કરવામાં આવશે અને તેના અસરકારક અમલ માટે એક કાયમી આયોગની રચના કરવામાં આવશે. મહેનતનું સન્માનની ગેરંટીમાં લઘુત્તમ દૈનિક વેતન રૂ. ૪૦૦ કરવામાં આવશે અને મનરેગામાં પણ તે લાગુ કરવામાં આવશે. સૌને સ્વાસ્થ્યનો અધિકાર ગેરંટીમાં ૨૫ લાખ રૂપિયાનું સાર્વત્રિક સ્વાસ્થ્ય કવચ, જેમાં નિઃશુલ્ક નિદાન, દવાઓ, સારવાર અને ઓપરેશનનો સમાવેશ થશે. સામાજિક સુરક્ષા અંતર્ગત સામાજિક તેમજ આર્થિક સમાનતા માટે દરેક વ્યક્તિ દરેક વર્ગની ગણતરી હાથ ધરાશે. આમ કોંગ્રેસની પાંચ ન્યાય ગેરંટી થકી તમામ સમાજ, વર્ગ, જ્ઞાતિના લોકોને હક્ક અધિકાર મળે તે સુનિશ્ચિત કરવામાં આવશે.

રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત કોંગ્રેસનાં સંગઠન પ્રભારી અને વરિષ્ઠ સાંસદશ્રી મુકુલ વાસનીક દ્વારા પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલજી સહિત વરિષ્ઠ આગેવાનશ્રીઓની ઉપસ્થિતમાં ‘વોર ફોર ન્યાય’ ઝોનના મીડીયા રૂમ, વોરરૂમને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેમાં મીડીયા રૂમ, વોરરૂમ, સ્ટ્રેટેજી રૂમ, કો-ઓર્ડીનેશન રૂમ સહિત ૧૪ જેટલા રૂમોમાં લોકસભા ચૂંટણીની સક્રિય કામગીરી કરવામાં આવશે. વોર ફોર ન્યાય ઝોનની રચના કોંગ્રેસ પક્ષની ‘પાંચ ન્યાય’ હેઠળ ૨૫ ગેરંટીથી થીમ પર બનાવવામાં આવ્યો છે. વોરરૂમ, સ્ટ્રેટેજી રૂમ, મીડીયા રૂમ સહિતની જગ્યાએ યુવા ન્યાય, નારી ન્યાય, કિસાન ન્યાય, ભાગીદારી ન્યાય અને શ્રમિક ન્યાયની મુખ્ય વાતોને અંકિત કરવામાં આવ્યાં છે. વોર ફોર ન્યાય ઝોનના ૭૮ જેટલા કાર્યકર્તા-આગેવાનો ચૂંટણીલક્ષી પ્રક્રિયા પર સતત મોનીટરીંગ કરશે. વોરરૂમમાં ૨૬ લોકસભા માટેના કો-ઓર્ડીનેટર નિમવામાં આવ્યાં છે. વોરરૂમના કો-ઓર્ડીનેટરશ્રીઓ ચૂંટણી દરમ્યાન રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરશે. લોકસભાના ઉમેદવાર, તેમના ચૂંટણી એજન્ટ સાથે વોરરૂમના કો-ઓર્ડીનેટરો ચૂંટણી પ્રક્રિયા, પ્રચાર-પ્રસાર, જાહેર સભાઓ, પ્રેસકોન્ફરન્સ, મીડીયા સંકલન, સ્ટારપ્રચારક સંકલન, પ્રદેશ-રાષ્ટ્રીય આગેવાનોની રેલીઓ-સભાઓ માટેનું સંકલન, વોરરૂમ, મીડીયા સેન્ટર, કમાન્ડ સેન્ટર થી કરવામાં આવશે. રાષ્ટ્રીય નેતૃત્વ સાથે સંવાદ તેમજ વ્યૂહરચના માટે સ્ટેટેજી ઝોનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી માટે બેઠક દીઠ ૨૬ લોકસભા મીડીયા કો-ઓર્ડીનેટર અને વિભાગીય પ્રવક્તાની નિમણુંક કરવામાં આવી છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા પ્રદેશ મીડીયા સંકલન સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. મીડીયા સેન્ટર દ્વારા ચૂંટણી દરમ્યાન વિવિધ ચેનલોમાં પ્રતિનિધિ મોકલવા, પ્રેસનોટ, પ્રેસ કોન્ફરન્સ, જાહેર ચર્ચાઓ માટે પ્રતિનિધિ સંકલન કરવામાં આવશે.

‘વોર ફોર ન્યાય’ ઝોનના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખશ્રી અને કેમ્પેઈન કમીટીના ચેરમેનશ્રી સિધ્ધાર્થભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સી.ડબલ્યુ.સી. મેમ્બરશ્રી જગદીશભાઈ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, એ.આઈ.સી.સી.ના મંત્રીશ્રી રામકિશન ઓઝીજી, શ્રી ઉષાબેન નાયડુજી, એ.આઈ.સી.સી. મીડીયા કો-કન્વીનરશ્રી સારીકા સીંઘ, સહિત પ્રદેશ પ્રવક્તાશ્રીઓ અને મીડીયા કો-ઓર્ડીનેશન કમીટીના સભ્યશ્રીઓ, ઝોનલ પ્રવક્તાશ્રીઓ, લોકસભા મીડીયા કો-ઓર્ડીનેટરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com