પ્રિ. એમ સી. શાહ કૉમર્સ કૉલેજે 7 એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે યુવાનોમાં આરોગ્યના મહત્ત્વ પર એક સેમિનાર યોજ્યો

Spread the love

અમદાવાદ

પ્રિ. એમ. સી. શાહ કૉમર્સ કૉલેજે હાલમાં જ વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે તેના વિદ્યાર્થીઓ માટે એક સેમિનાર યોજ્યો હતો. વિશ્વ આરોગ્ય દિવસ એ દર વર્ષે 7 એપ્રિલના રોજ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ની સ્પોન્સરશિપ હેઠળ ઉજવવામાં આવતો વૈશ્વિક આરોગ્ય જાગૃતિ દિવસ છે. સંસ્થાએ યુવાનોમાં આરોગ્યના મહત્ત્વ પર આ સેમિનાર યોજ્યો હતો.પ્રિ. એમ. સી. શાહ કૉમર્સ કૉલેજ એ નવગુજરાત ગ્રૂપ ઑફ કૉલેજિસનો એક હિસ્સો છે, જે કૉમર્સના શિક્ષણમાં શ્રેષ્ઠતા માટે સમર્પિત છે.વક્તા ડૉ. સલોની શાહ (એમ. ડી. પેથોલોજી) દ્વારા આ સેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેઓ NHL મેડિકલ કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યાં છે. આ સેશન યોજવા પાછળનો ઉદ્દેશ્ય યુવાનોમાં શારીરિક, માનસિક અને સામાજિક આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.સતત વધી રહેલા તણાવ અને પ્રદૂષકોના સમયમાં ડૉ. સલોની શાહે આ સેશન દરમિયાન એકંદર સ્વાસ્થ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું અને તંદુરસ્ત જીવનશૈલીની હિમાયત કરી હતી. તેમણે 8-કલાકની પૂરતી ઊંઘ, પોષણ અને પૌષ્ટિક આહાર તથા નિયમિત કસરત કરવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે વિદ્યાર્થીઓને સામાજિક જીવન અને સામાજિક જોડાણના મહત્ત્વ અંગે પણ માહિતગાર કર્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com