અમદાવાદ
પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ દ્વારા તમામ કાયદેસર મુસાફરોને આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા અને અને રેલ યાતાયાત માં અનધિકૃત મુસાફરીને રોકવા માટે મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગરના/અનિયમિત મુસાફરોને રોકવા માટે સઘન ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં 01 એપ્રિલ 2023 થી 31 માર્ચ 2024 સુધી કુલ 3.99 લાખ કેસ નોંધાયા હતા. રૂ. 28.30 કરોડથી વધુની આવક હાંસલ કરી છે.
વરિષ્ટ મંડળ વાણિજ્ય મેનેજર શ્રી પવનકુમાર સિંહ ની આગેવાની હેઠળ વિવિધ પ્રકારની ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ વર્ષે, 01 એપ્રિલ, 2023 થી 31 માર્ચ, 2024 સુધી, અમદાવાદ મંડળ દ્વારા વધુને વધુ ટિકિટ ચેકિંગ કર્મચારીઓ દ્વારા સમય સમય પર આરપીએફની મદદ લેવામાં આવી હતી મણિનગર-નડિયાદ, અસારવા-દહેગામ, મહેસાણા-પાલનપુર, પાલનપુર-ગાંધીધામ સેક્શન અને અમદાવાદ સ્ટેશન પર વિવિધ ટિકિટ ચેકિંગ ઝુંબેશ ચલાવવા આવી. વર્ષ દરમિયાન હાથ ધરાયેલા મોટા પાયે ટિકિટ ચેકિંગ દરમિયાન કુલ 3.99 લાખ કેસ નોંધાયા હતા અને રૂ. 28.30 કરોડથી વધુની આવક હાંસલ કરી. જે ગત વર્ષ કરતા 1.66 ટકા વધુ છે.તમામ મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ માત્ર યોગ્ય ટ્રેન ટિકિટ પર જ મુસાફરી કરે, આના થી તમે રેલવેની પ્રગતિમાં યોગદાન આપીને સન્માનપૂર્વક મુસાફરી કરવા સક્ષમ બનાવશે.