લોકસભા સામાન્ય ચૂંટણી-2024:અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક માટે પ્રથમ દિવસે કુલ 44 જેટલાં વ્યક્તિઓ 98 ફોર્મ લઈ ગયા 

Spread the love

ત્રણ ઉમેદવારોએ તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે એક ઉમેદવારે ફોર્મ ભર્યું

અમદાવાદ

ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી આગામી તારીખ 7 મે-2024ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીનું આજે વિધિવત જાહેરનામું પડવાની સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત આજથી થઈ છે. જોકે ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રથમ દિવસે આજે અમદાવાદ જિલ્લાની પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક માટે એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું નથી પરંતુ ફોર્મ ભરવાના પ્રથમ દિવસે 44 જેટલાં વ્યક્તિઓ 98 ફોર્મ લઈ ગયા છે. જેમાં અમદાવાદ પૂર્વ બેઠક માટે 29 વ્યક્તિઓ 59 ફોર્મ લઈ ગયા છે જ્યારે પશ્ચિમ બેઠક માટે 15 વ્યક્તિઓ 39 ફોર્મ લઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૭ – અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ માટે જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી, ૭ અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ) અમદાવાદને ચૂંટણી અધિકારી, ૭- અમદાવાદ પૂર્વ સંસદીય મતદાર વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારી, અમદાવાદની ચેમ્બર, પહેલો માળ, જિલ્લા પંચાયત કચેરી, ભદ્ર, લાલ દરવાજા, અમદાવાદ સમક્ષ તા.૧૨/૦૪/૨૦૨૪થી તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે. જ્યારે ૮ – અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ માટે કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી, અમદાવાદની કચેરી, કલેક્ટરની ચેમ્બર, પ્રથમ માળ જિલ્લા સેવા સદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ અથવા મદદનીશ ચૂંટણી અધિકારી ૮-અમદાવાદ પશ્ચિમ (અ.જા.) સંસદીય મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર જમીન સુધારણા અમદાવાદ રૂમ નં.૧૦૮, પ્રથમ માળ, જિલ્લા સેવાસદન, સુભાષબ્રિજ સામે, અમદાવાદ સમક્ષ તા.૧૨/૦૪/૨૦૨૪થી તા.૧૯/૦૪/૨૦૨૪ સુધી (જાહેર રજાના દિવસ સિવાય) સવારના ૧૧.૦થી બપોરના ૩.૦૦ વાગ્યા દરમિયાન ઉમેદવારીપત્ર મેળવીને ભરી શકાશે.આ ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી આગામી તા.૨૦/૦૪/૨૦૨૪ના રોજ સવારના ૧૧.૦૦ વાગ્યાથી સબંધિત ચૂંટણી અધિકારીની કચેરી ખાતે હાથ ધરવામાં આવશે અને તા.૨૨/૦૪/૨૦૨૪ના બપોરના ૩.૦૦ કલાક પહેલા ઉમેદવારી પરત ખેંચી શકાશે. એટલે કે તારીખ ૨૨ એપ્રિલના સાંજે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર રાજયની લોકસભાની તમામ ૨૬ બેઠકોની સામાન્ય ચૂંટણીઓ માટેનું તથા ૨૬-વિજાપુર, ૮૩-પોરબંદર, ૮૫-માણાવદર, ૧૦૮-ખંભાત તથા ૧૩૬-વાઘોડિયા વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણીઓ માટેનું જાહેરનામું આજ તા.૧૨.૦૪.૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે.લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં આજે નામાંકન સ્વીકારવાનું શરૂ થયાના પ્રથમ દિવસે એટલે કે, તા.૧૨.૦૪.૨૦૨૪ના રોજ નીચે મુજબના ઉમેદવારોએ ઉમેદવારીપત્રો રજૂ કર્યા છે :-

આમ આજ તા.૧૨.૦૪.૨૦૨૪ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભમાં કુલ:૩ (ત્રણ) ઉમેદવારી પત્રો તથા વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં કુલ:૧ (એક) ઉમેદવારી પત્ર રજૂ થયા છે.ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર લોકસભાની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૪ના સંદર્ભમાં ઉમેદવારો દ્વારા પોતાના ઉમેદવારીપત્રો સાથે સોગંદનામું (એફિડેવિટ- ફોર્મ-૨૬) પણ રજૂ કરવાનું રહે છે. જેથી ઉમેદવારો દ્વારા રજૂ કરવામાં આવતા સોગંદનામા (ફોર્મ-૨૬) રજૂ કર્યાના ૨૪ કલાકની અંદર મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાતની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. જે https://ceo.gujarat.gov.in/Home/Affidavits-of-Candidates લિંક પર જઈને જોઈ શકાશે ઉમેદવારીપત્રો તા.૧૯.૦૪.૨૦૨૪ ના રોજ બપોરે ૦૩.૦૦ કલાક સુધી રજુ કરી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com