ચૂંટણી ફોર્મ ઉપાડવાના પ્રથમ દિવસે જ એકસાથે ભારે રોષ ફાટી નીકળ્યો, ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ પુરુષોત્તમ રૂપાલના વિરોધમાં 100 ઉમેદવારી ફોર્મ ઉપાડ્યા

Spread the love

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા અલગ અલગ જગ્યાએ સંમેલનો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણીને લઇને ધમસાણ શરૂ થઈ ગયું છે, કારણ કે આજથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે. એમાં ભાજપ અને કોંગ્રેસના 3-3 ઉમેદવારોનાં નામે 12 ફોર્મ ઉપાડવામાં આવ્યાં છે. ત્યારે ક્ષત્રિય સમાજની મહિલા આગેવાનોએ પુરુષોત્તમ રૂપાલના વિરોધમાં આજે 100 ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું એલાન કર્યું હતું.

ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજકોટ બેઠક પર રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ સાથે ગુજરાતભરના ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે રાજકોટ લોકસભા બેઠક પર આજથી જ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ઉપાડવાનું શરૂ થઈ ગયું છે. ત્યારે ચૂંટણી ફોર્મ ઉપાડવાના પ્રથમ દિવસે જ એકસાથે ભારે રોષ ફાટી નીકળ્યો છે. 14 એપ્રિલે રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન મળવાનું છે. ત્યારે આજે બપોરે કલેક્ટર કચેરી ખાતે ક્ષત્રિય સમાજની બહેનો આવી પહોંચ્યી હતી. આ તકે કોંગ્રેસના મહિલા અગ્રણીઓ અને ક્ષત્રિય સમાજનાં મહિલા આગેવાન નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના વિરોધમાં 100 ફોર્મ ઉપાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજકોટ લોકસભા બેઠક પર 16 એપ્રિલે પુરુષોત્તમ રૂપાલા ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવવાના છે. ત્યારે આજે પ્રથમ દિવસે પુરુષોત્તમ રૂપાલા, તેમના ડમી ઉમેદવાર મોહન કુંડારિયા અને કિરીટ પાઠકના નામે 4-4 એમ 12 ફોર્મ ભરાયાં છે. તો કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, ડો. હેમાંગ વસાવડા અને હિતેશ વોરાના નામે 4-4 એટલે કુલ 12 ફોર્મ ઉપાડવામાં આવ્યાં છે.

આ દરમિયાન રાજકોટ સંસદીય મત વિસ્તારના જિલ્લા

ચૂંટણી અધિકારી તથા રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ

જોશી દ્વારા આજરોજ લોકસભાની ચૂંટણી 2024 માટે

ચૂંટણી નોટિસ જાહેર કરવામાં આવી છે. આ નોટિસમાં

જણાવ્યા મુજબ, 10 રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં

લોકસભાના સભ્યની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીના

ઉમેદવાર કે તેમના નામની દરખાસ્ત મૂકનાર પૈકી કોઇ

એક વ્યક્તિ (1) ચૂંટણી અધિકારી, 10 રાજકોટ સંસદીય

મતદાર વિભાગ અને કલેક્ટર-રાજકોટ, કલેક્ટર કચેરી,

જિલ્લા સેવાસદન, પ્રથમ માળ, જામ ટાવર સામે, શ્રોફ રોડ,

રાજકોટ 360001 ખાતેથી અથવા (2) મદદનીશ પુરવઠા

અધિકારી કચેરી, જિલ્લા સેવાસદન, બીજો માળ, જામ

ટાવર સામે, શ્રોફ રોડ, રાજકોટ-360001 ખાતે મોડામાં

મોટું 19 એપ્રિલના શુક્રવાર સુધીમાં (જાહેર રજાના દિવસો

સિવાય) સવારે 11થી બપોરે 3 વાગ્યા સુધીમાં નામાંકન પત્રો

પહોંચાડી શકશે. ઉપર દર્શાવેલા સ્થળે અને સમયે નામાંકન

પત્રનાં ફોર્મ મેળવી શકાશે.

નામાંકન પત્રોની ચકાસમી ચૂંટણી અધિકારી, 10 રાજકોટ સંસદીય મતદાર વિભાગ અને કલેક્ટર રાજકોટ, કલેક્ટર કચેરી, પ્રથમ માળ, કોન્ફરન્સ રૂમ, જિલ્લા સેવાસદન, જામ ટાવર સામે, શ્રોફ રોડ, રાજકોટ 360001 ખાતે 20 એપ્રિલના શનિવારે સવારે 11 કલાકે હાથ ધરાશે. ઉમેદવાર કે તેના નામની દરખાસ્ત મૂકનાર પૈકીની કોઇ એક વ્યક્તિ તેના ચૂંટણી એજન્ટ પૈકી જેમને આ નોટિસ પહોંચતી કરવા ઉમેદવારે લેખિતરૂપે અધિકૃત કર્યા હોય તેવા, તેઓ ઉમેદવારી પાછી ખેંચવા અંગેની નોટિસ ચૂંટણી અધિકારી અથવા મદદનીશ ચૂંટણી અધિકારીમાંથી ગમે તે એકને તેમની કચેરીમાં તા. 22 એપ્રિલ અને સોમવારના રોજ બપોરે 3 વાગ્યા પહેલાં પહોંચાડી શકશે. ચૂંટણી લડાશે તો મતદાન તા. 7 મેના મંગળવારના રોજ સવારે 7થી સાંજે 6 વાગ્યા વચ્ચે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com