આ આપણી ભારતીય રેલવેનું ધ્યેયસૂત્ર છે. સુરક્ષાને ઉદ્દેશ માનતી રેલવે ખરેખર સુરક્ષિત છે?૧૦૦ નંબર પર ફોન કર્યો ત્યાંથી જવાબ મળ્યો કે આ તો રાજકોટ શહેર પોલીસનો નંબર છે અહીંથી અમે કંઈ કરી નહિ શકીએ.
અમદાવાદ
હાર્દિ ભટ્ટ નામની મહિલાએ જણાવ્યું હતું કે ગઈકાલે અમે રિઝર્વ સ્લીપર કોચમાં દ્વારકાથી અમદાવાદ 22969/OKHA BSBS SF EXP માં મુસાફરી કરી રહ્યાં હતાં. સીટ અગાઉથી રિઝર્વ કરાવી રાખેલી કે જેથી કોઈ અગવડ ન પડે. આ રિઝર્વ કંપાર્ટમેન્ટની અંદર અસંખ્ય લોકો ઘૂસી આવ્યાં. બિભત્સ વર્તન – ગાળાગાળી – અડાઅડી થતાં તરત જ મેં કોચ પર આપેલ રેલવે હેલ્પલાઇન પર ફોન કર્યો, તેઓએ કહ્યું કે ૧૩૯ પર ફોન કરો તે લોકો જવાબ આપશે. ૧૩૯ પર ફોન કર્યો, 5G ની વાતો કરતા આપણાં ગુજરાતમાં ઇમરજન્સી વખતે પણ વારંવાર ફોન કપાઈ જતો હતો છતાં પણ વારંવાર પ્રયત્નો કરીને ૧૩૯ પર ફરિયાદ નોંધાઈ. તેઓએ ખાતરી આપી કે અમે હમણાં કોઈ એજન્ટને મોકલી છીએ. ત્યાં ૨ મહિલા પોલીસ આવ્યા, તેમને અમે વાત કરી, તેમણે જણાવ્યું કે “બહેન, આ તો બધું રોજ હોય છે, થોડું એડજેસ્lટ કરી લો.” ત્યારબાદ મેં ૧૦૦ નંબર પર ફોન કર્યો ત્યાંથી જવાબ મળ્યો કે આ તો રાજકોટ શહેર પોલીસનો નંબર છે અહીંથી અમે કંઈ કરી નહિ શકીએ. ત્યારબાદ મેં મહિલા હેલ્પલાઇન ૧૮૧ પર ફોન કર્યો ત્યાંથી મને જવાબ મળ્યો કે તમે ૧૮૨ નંબર પર ફોન કરો. વારંવાર બધે જ પ્રયત્નો કર્યો છતાં પરિણામ શૂન્ય. ત્યારબાદ સુરેન્દ્રનગર જંક્શન પર ૨ RPF ના વ્યક્તિઓ આવ્યાં તેમણે પ્રયત્ન કર્યો પણ તેમનાથી પણ કંઈ થઈ શક્યું નહિ. તેમનું કહેવું હતું કે, અહીં આ પ્રકારની પરિસ્થતિ એટલે ઊભી થાય છે કેમ કે મન ફાવે તેમ ટિકિટ આપવામાં આવે છે અને વગર ટિકિટના લોકો પણ ચઢી જાય છે. અહીં, એક બીજી વાત પણ છે. અમે જ્યારે દ્વારકાથી ટ્રેનમાં બેઠા ત્યારે ટિકિટ ચેકર (TC) અમારી ટિકિટ ચેક કરી ગયા અને અમુક સવાલો પણ કર્યાં. પણ રાજકોટ જંક્શનથી કોઈ ડોકાયું પણ નથી. આ પહેલી વાર નથી બન્યું, વારંવાર બનતું રહે છે. પણ, આપણી આદત છે ચૂપ રહેવાની અને એડજેસ્ટ કરવાની…અહીં વાત ઘૂસણખોરીની કે અમારી જગ્યા બીજાએ પચાવી એની નથી. અહીં વાત છે, આપણી સલામતીની, ટિકિટ બુક કરાવતી વખતે આપણે ચૂકવેલા ટેકસની. વારંવાર સરકારની અલગ અલગ હેલ્પલાઇન પર ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળે, રક્ષક જ ભક્ષક બને તો કોને કહેવું?જો આ ચાલતી ટ્રેનમાં અમારી સાથે કંઈ પણ ન બનવાનું બન્યું હોત તો જવાબદાર કોણ?
https://www.facebook.com/share/p/vaa9TdfxKLdnohbK/?mibextid=xfxF2i