મારા માટે ચાંદલો ભરાઈ રહ્યો છે, મામેરૂ પણ આવી રીતે જ ભરજો,, : ગેની બેનને ચૂંટણી લડવા ફાળો એકત્રીત કરવાનું શરૂ..

Spread the love

બનાસકાંઠાનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જાહેરસભા દરમિયાન મોટી સંખ્યામાં લોકો યથાશક્તિ મદદ કરતા જોવા મળી રહ્યા છે. આજે એક કાર્યક્રમમાં એક મહિલા દ્વારા 51 હજારની મદદ કરવામાં આવી હતી. ગેનીબેને જાહેરસભામાં જ કહ્યું હતું કે મારો ચૂંટણીખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારનો એક દિવસ એવો નથી ગયો કે લાખ-દોઢ લાખ રૂપિયાનો ફાળો ન થયો હોય. ગેનીબેન દ્વારા રોકડની સાથે સાથે ઓનલાઈન મદદ પણ મેળવવામાં આવી રહી છે.

બનાસકાંઠા બેઠક પર ભાજપ અને કોંગ્રેસે મહિલા ઉમેદવારોને મેદાને ઉતાર્યાં છે. બંને ઉમેદવારો હાલ લોકોની વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યાં છે. કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરને પ્રચાર દરમિયાન લોકો નાણાકીય મદદ કરતા પણ જોવા મળી રહ્યા છે. ખડોસણમાં યોજાયેલી એક સભા દરમિયાન એક મહિલા દ્વારા ગેનીબેનને 51 હજાર રૂપિયાની મદદ કરવામાં આવી હતી.

ગેનીબેને કહ્યું હતું કે પોતાનો ચૂંટણીખર્ચ તો લોકોએ જ ઉપાડી લીધો છે. પ્રચારમાં મંડપ, માઈક, ચા, પાણી સહિતની તમામ વ્યવસ્થા અઢારે વર્ણના લોકો કરતા હોવાની વાત કરી હતી. પ્રચાર દરમિયાન એક દિવસ એવો નથી ગયો કે જે દિવસે લાખ-દોઢ લાખનો ફાળો ન થયો હોય. આ વખતે ચૂંટણી લાંબી છે, એટલે રોજના લાખ-લાખ રૂપિયા ગણો તો 50 લાખ રૂપિયા તો ફાળો જ ગણી લેવાનો.

તેમણે કહ્યું હતું કે ફોર્મ ભરવા જવાના દિવસે ખર્ચો થાય, જમવાની વ્યવસ્થા કરવી પડે, મંડપની વ્યવસ્થા કરવી પડે. બધા લોકોએ એડવાન્સમાં 25-30 લાખનો ખર્ચ થાય એ પણ ઉપાડી લીધો છે.

બનાસકાંઠા બેઠક પર પોતાને ઉમેદવાર જાહેર કર્યા બાદ ગેનીબેન દ્વારા મતક્ષેત્રના લોકો પાસે ઓછામાં ઓછા 11 રૂપિયાની મદદ માગી હતી. લોકો ઓનલાઈન મદદ કરી શકે એ માટે ગેનીબેન દ્વારા UPI નંબર અને ક્યૂઆર કોડ પણ તૈયાર કરવામાં આવ્યો હતો.

લોકસભા ચૂંટણીમાં ઉમેદવારને ચૂંટણી લડવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હોય છે. 2024 લોકસભા ચૂંટણી માટે 95 લાખના ખર્ચની મર્યાદા નક્કી કરવામાં આવી છે. ચૂંટણીપ્રચાર પૂર્ણ થયા બાદ જે-તે ઉમેદવારે કરેલા ખર્ચની વિગત ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરવાની થતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com