જાહેરમાં પાન-મસાલા ખાઈ થૂંકી ગંદકી કરનાર સામે આજરોજ ૭૧માં દિવસે પણ 63 જેટલાં ઇસમો ઝડપાયા અને રૂપીયા 6750 પેનલ્ટી વસુલ કરી

Spread the love

અમદાવાદ

અમદાવાદ શહેરને ભારતભરનાં શહેરોમાં પ્રથમ હેરીટેજ સિટી તરીકેનો દરજજો આપવામાં આવેલ છે અને સ્વચ્છ સર્વેક્ષણમાં પણ શહેર ઉત્તરોઉત્તર પ્રગતિ કરી રહેલ હોય ત્યારે શહેરની સ્વચ્છતા અને સુંદરતા ટકાવી રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહેલ છે.શહેર સ્વચ્છ અને સુંદર દેખાય તે અંતર્ગત ટ્રાફીક જંક્શનો અને બી.આર.ટી.એસ. કોરીડોરની ગ્રીલ્સ તેમજ ડીવાઈડરોને કરોડો રૂપીયાનાં ખર્ચે સેંકડો મજુરો – સાધન-સામગ્રી રોકીને સાફ કરાવવામાં આવે છે પરંતુ ટુંકા ગાળામાં જ આ કોરીડોર પર નાગરીકો દ્વારા પાન-મસાલા ખાઈ થૂંકી ફરીથી ગંદી કરી દેવામાં આવે છે. જેને અટકાવવા માટે આ રીતે જાહેરમાં પાન-મસાલા ખાઈને થૂંકીને ગંદકી કરતાં ઇસમો સામે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દંડનીય કાર્યવાહી કરવાની ઝુંબેશની 2 જી ફેબ્રુઆરી 2024 નાં રોજથી શરૂઆત કરવામાં આવેલ છે.જેની 12 એપ્રિલ 2024 નાં રોજની આજે એક્કોત્તરમાં દિવસની ઝુંબેશની કાર્યવાહીનાં ભાગરૂપે 7 ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નગરીકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકીંગ હાથ ધરી પેનલ્ટી વસૂલ કરવામાં આવેલ છે. જેમાં શહેરના જુદા જુદા વિસ્તારો જેવા કે,

(1) પૂર્વ ઝોનમાં સારંગપુર રોડ, ગોમતીપુર, હાટકેશ્વર રોડ, અમરાઇવાડી, હાટકેશ્વર રોડ, ભાઇપુરા, સોની ની ચાલી રોડ, વિરાટનગર, રીગ રોડ, ઓઢવ, વિજય એસ્ટેટ રોડ, વસ્ત્રાલ, રિંગરોડ, રામોલ, નિકોલ,નિકોલ

(૨) પશ્ચિમ ઝોનમાં ધરણીધર રોડ, અખબારનગર બસ સ્ટોપ

(૩) ઉત્તર ઝોનમાં ભદ્રેશ્વર ટ્રનિગ, ગેલેક્ષી ચાર રસ્તા,નરોડા ફ્રુટ માર્કેટ, મેમ્કો ચાર રસ્તા, રાજાવીર સર્કલ, અમદુપુરા રોડ, ઇન્ડિયા કોલોની, ઠકકર નગર એપ્રોચ, અર્બન નગર રોડ બાપુનગર ત્રિકમલાલ ચાર રસ્તા

(૪) દક્ષિણ આબાદ ડેરી રોડ, ખોડિયાર નગર,ગીતામંદિર રોડ, રાજેન્દ્ર પાર્ક, મહાલક્ષ્મી રોડ, ઈસનપુર રોડલાંભા મંદિર રોડ

(5) મધ્યઝોનમાં ઈદગાહ રોડ શાહીબાગ, ફુટ માર્કેટ દરિયાપુર

(6) ઉત્તર પશ્વિમ ઝોનમાં આર.સી. ટેકનીકલ રોડ ચાંદલોડિયા, આંબલી રોડ થલતેજ એસ.જી હાઇવે બોડકદેવ

(7) દક્ષિણ પશ્વિમ ઝોનમાં જોધપુર-ફૂડ ફોર્ટ, વેજલપુર-ગૌરવ પંથ, મકતમપુરા-જીવરાજ પાર્ક,સરખેજ- ઉજાલા સર્કલ જેવી જગ્યાઓ પર આજ રોજ 12 એપ્રિલ 2024 નાં વહેલી સવારથી 48 વોર્ડમાં કાર્યરત સ્વચ્છતા સ્કવોડએ ઝુંબેશ હાથ ધરી જાહેરમાં પાન-મસાલાં ખાઈ થૂંકતા ઝડપાયેલા કુલ 63 ઇસમો પાસેથી રૂપીયા 6750/-નો દંડ વસૂલ કરવામાં આવેલ છે.આ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેકટ અન્વયે શહેરમાં ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરતા નાગરીકોને જેમ ઈ-મેમો મોકલી દંડ-વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવે છે તે જ પ્રમાણે ૧૩૦ થી વધારે ટ્રાફીક સિગ્નલો, જાહેર સ્થળો પર લગાવવામાં આવેલ ૬૦૦૦ થી વધારે સી.સી.ટી.વી. કેમેરાનાં આધારે વાહનો ચલાવતા પાન-મસાલા ખાઇ જાહેરમાં થુંકનાર નાગરીકોની વીડીયો કલીપ ઈમેજ પરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓનાં રહેઠાણનાં સરનામે ઈ – મેમો પણ મોકલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com