ગઢડા શહેરમાંથી લોકોએ વિશ્વાસ અપાવ્યો કે આવનારી લોકસભા ચૂંટણીમાં ભાવનગર સીટ પરથી ઉમેશભાઈ મકવાણાની જીત નિશ્ચિત છે: આપ
અમદાવાદ
ભાવનગર લોકસભા સીટ પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી સાથે મળીને જોરશોરથી પ્રચાર અભિયાનમાં આગળ વધી રહી છે. આજે 22 એપ્રિલથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે. તો આજે આમ આદમી પાર્ટીના અને કોંગ્રેસ પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન હેઠળના ભાવનગર લોકસભા સીટના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા, તેમને ધર્મ પત્ની અલકાબેન મકવાણા, પ્રદેશ સંગઠન મહામંત્રી સાગરભાઇ રબારી, કાર્યકારી પ્રમુખ રાજુભાઈ સોલંકી, કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલબેન વસરા, કાર્યકારી પ્રમુખ કૈલાશદાન ગઢવી, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખિલ, પ્રદેશ મંત્રી તથા પ્રદેશ પ્રવક્તા કરસનદાસ બાપુ ભાદરકા અને પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે ચૂંટણી અધિકારીની ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને ચૂંટણીની દાવેદારીનું શુભ ચોઘડિયામાં ફોર્મ ઉપાડ્યું અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.આ પહેલા ઉમેશભાઈ મકવાણાએ 11 એપ્રિલના રોજ ગઢડા શહેરમાં પ્રચાર કર્યો હતો. ગઢડા શહેરમાં નવા મંદિર, જૂનું કાપડ બજાર, બોટાદનો જામ્પો, બસ સ્ટેન્ડ, જીન નાકા, લુહાર સમાજની વાડીની મુલાકાત લીધી હતી અને પ્રચાર કર્યો હતો સાથે સાથે નવા સ્વામિનારાયણ મંદિરે અને જુના સ્વામિનારાયણ મંદિરે પણ સાંજના સમયે દર્શન કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ મૂળ બજાર અને માંધાતા સોસાયટી ખાતે પ્રચાર કરીને જન સંપર્ક અભિયાનને આગળ વધાર્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના પ્રદેશના હોદ્દેદારો સ્થાનિક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ પ્રચાર અભિયાનમાં ભાગ લીધો હતો. આ પ્રચાર ત્યાં દરમિયાન ગઢડા શહેરમાંથી ઉમેશભાઈ મકવાણાને ખૂબ જ સમર્થન મળી રહ્યું હતું અને લોકોએ વિશ્વાસ અપાવ્યો કે આવનારી લોકસભા ચૂંટણીમાં ભાવનગર સીટ પરથી ઉમેશભાઈ મકવાણાની જીત નિશ્ચિત છે.