લોકસભા 2024ની ચૂંટણી દિવસેને દિવસે નજીક આવતી જાય છે,ત્યારે રાજકીય પાર્ટીના ઉમેદવારો પ્રચાર અર્થે નિકળી રહ્યાં છે,પોતાની પાર્ટીએ શું કામગીરી કરી તેની માહિતી લોકો સુધી પ્રચાર દરમિયાન પહોચાડવામાં આવતી હોય છે તેમજ મતદાન કરવા માટે અપીલ કરવામાં આવતી હોય છે.ગાંધીનગર લોકસભા ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહના પત્ની સોનલ બહેન શાહ આજે ગાંધીનગરના કોલવડા ગામે ડોર ટુ ડોર પ્રચારમાં જોડાયા હતા.જયાં તેઓ દરેક લોકોને મળ્યા હતા.
ભાજપે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર તરીકે અમિત શાહનું નામ જાહેર કર્યાં બાદ પ્રથમ વખત ચૂંટણી પ્રચાર અર્થે ગાંધીનગર ખાતે BCCIના સેક્રેટરી જય શાહ આવ્યાં હતાં. લોકલ કાર્યકર્તાઓ અને ધારાસભ્યોની હાજરીમાં બેઠક યોજીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. બેઠક દરમિયાન જય શાહ સહિત ગાંધીનગર લોકસભાના પ્રભારી મયંક નાયક પણ ઉપસ્થિતિ રહ્યાં હતાં.
ગાંધીનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર અમિત શાહ થોડાક દિવસ પહેલા અમદાવાની મુલાકાતે હતા. તેમણે લોકસભાની ચૂંટણી માટે પ્રચાર કરતા અમદાવાદ સુભાષ ચોકમાં આવેલા હનુમાનજીના મંદિરના દર્શન કર્યાં હતા. સભાને સંબોધન કરતા તેમણે 29 વર્ષ જુની વાતોને યાદ કરી હતી.અમિત શાહે જય શ્રી રામના નારાથી સ્પીચની શરૂઆત કરી હતી.
ગાંધીનગર લોકસભાના ઉમેદવાર એવા સાંસદ અમિતભાઇ દેશભરમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હોવાથી સમગ્ર ભાજપ સંગઠન દ્વારા એમના મતવિસ્તારમાં ચૂંટણી પ્રચારની જવાબદારી ‘હું છું અમિત શાહ’ બનીને ઉપાડી લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકસભા હેઠળની મોટાભાગની વિધાનસભા બેઠકોમાં એક એક વખત પ્રવાસ કરી બુથ કાર્યકરોના સંમેલનો, મતદાર સંવાદ અને સોસાયટીઓના ચેરમેન સેક્રેટરીની બેઠકો દ્વારા પ્રચાર કર્યો છે. આ ઉપરાંત તમામ ધારાસભ્યો, દરેક વિધાનસભા વિસ્તારના અન્ય પદાધિકારીઓએ પ્રચાર અને મતદાર સંપર્ક અભિયાન તેજ કર્યું છે. અમિતભાઇના પુત્ર જય શાહ અને એમના ધર્મપત્ની રિશિતા શાહ પણ આ પ્રચાર અભિયાનમાં જોડાયા હતા. હાલ ૧૯મી એપ્રિલે અમિતભાઇ ફોર્મ ભરશે એ મુજબ તૈયારી કરાઇ રહી છે.