લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારો તા.૧૫, ૧૬, ૧૮ એપ્રિલનાં રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જશે

Spread the love

અમદાવાદ પૂર્વની લોકસભાની બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ ચૂંટણી લડશે

અમદાવાદ

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસના ઉમેદવારોની ફોર્મ ભરવાની તારીખ નક્કી થઇ છે.લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારો તા.૧૫, ૧૬, ૧૮ એપ્રિલનાં રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જશે.કોંગ્રેસ પક્ષનાં ઉમેદવારશ્રીઓ ફોર્મ ભરતી વખતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ,પૂર્વ પ્રમુખ અને સીડબલ્યુસી સભ્ય જગદીશ ઠાકોર, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, પૂર્વ પ્રમુખ અમિતભાઇ ચાવડા, પૂર્વ વિપક્ષનેતા પરેશ ધાનાણી, રાજ્યસભા સાંસદસભ્ય અમીબેન યાજ્ઞિક સહિત પ્રદેશ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ ફોર્મ ભરતી વખતે ઉપસ્થિત રહેશે.

કોંગ્રેસ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે તેના  અગાઉ ૨૨ ઉમેદવારો નક્કી થઈ ગયા છે હજુ ગુજરાતની ચાર બેઠકો પર નામ જાહેર થયા નથી જેમાં રાજકોટ, મેહસાણા, અમદાવાદ પૂર્વ અને નવસારી પર સસ્પેન્શન યથવાત છે.પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ૨૬, વિજાપુર, ૧૦૮-ખંભાત, ૧૩૬-વાઘોડીયા, ૮૫-માણાવદર અને ૮૩-પોરબંદર યોજવાની છે ત્યારે આ પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારોની જાહેરાત પણ કરવાની બાકી છે. અમદાવાદ પૂર્વ ની લોકસભાની બેઠક ઉપરથી પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર હિંમતસિંહ પટેલ ચૂંટણી લડશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

તા.૧૫ એપ્રિલ ૨૦૨૪

બનાસકાંઠા- શ્રી ગેનીબેંન ઠાકોર

સુરેન્દ્રનગર – શ્રી ઋત્વિક મકવાણા

જામનગર – શ્રી જે પી મારવિયા

બારડોલી – શ્રી સિદ્ધાર્થ ચૌધરી

………………………………..

તા.૧૬ એપ્રિલ ૨૦૨૪

કચ્છ – શ્રી નિતેશ લાલન

સાબરકાંઠા – ડૉ.તુષાર ચૌધરી

ગાંધીનગર- શ્રી સોનલ પટેલ

અમદાવાદ પશ્ચિમ – શ્રી ભરત મકવાણા

અમરેલી – શ્રી જેનીબેન ઠુમ્મર

છોટા ઉદેપુર – શ્રી સુખરામ રાઠવા

વલસાડ – શ્રી અનંત પટેલ

પંચમહાલ – શ્રી ગુલાબસિંહ ચૌહાણ

પોરબંદર – શ્રી લલિત વસોયા

…………………………………..

તા.૧૮ એપ્રિલ ૨૦૨૪

પાટણ – શ્રી ચંદનજી ઠાકોર

જૂનાગઢ – શ્રી હીરાભાઈ જોટવા

આણંદ – શ્રી અમિત ચાવડા

ખેડા- શ્રી કાળુસિંહ ડાભી

દાહોદ – ડૉ.પ્રભાબેન તાવિયાડ

વડોદરા – શ્રી જસપાલસિંહ પઢિયાર

સુરત – શ્રી નિલેશ કુંભાણી

લોકસભા 2024 ની ચૂંટણી સાત તબક્કા માં થશે 19 એપ્રિલથી શરૂઆત થઈ 1 જુન સુધી ચાલશે અને ચાર જૂનના રોજ 543 બેઠકોની મતગણતરી કરવામાં આવશે. જેમાં ગુજરાતનું મતદાન તારીખ 7 મે ના રોજ થશે. 543 બેઠકોમાં 412 જનરલ,૮૪ એસસી અને ૪૭ એસ. ટી. રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com