નિયમીત રીતે કમીશન લઈને લોકોના ડોનેશનના રૂપિયા પરત આપતા હોય છે અને આવી પાર્ટીઓ મોટા વેપારીઓ ઉદ્યોગપતિઓને ડોનેશનના 5 થી 10 ટકા જેટલૂ કમીશન લઈને લાખો રૂપિયાનો ઈન્કમટેકસ બચાવી આપતી હોય છે
અમદાવાદ
ઈન્કમટેકસ વિભાગ ખાતેથી જાણવા મળતી માહીતી મુજબ ગુજરાતમાં 50 થી વધુ રાજકીય પાર્ટીઓના આર્થિક વ્યવહારોની વિગતો આયકર વિભાગે એકત્રિત કરી છે જેના ઉપર ઈન્કમ ટેકસની વોચ વધી છે.ચૂંટણી ટાણે તેમની આર્થિક મુવમેન્ટ વધી જતી હોય છે.તેઓ નિયમીત રીતે કમીશન લઈને લોકોના ડોનેશનના રૂપિયા પરત આપતા હોય છે. માત્ર ગુજરાતમાં જ આવી 50 થી વધુ પોલીટીકલ પાર્ટીઓ સામે આગામી દિવસોમાં ઈન્કમટેકસ વિભાગ દ્વારા પગલા લેવાશે.અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે આવી જ રીતે કમીશન લઈને ઈન્કમટેકસ બચાવી આપતી બનાવટી રાજકીય પાર્ટીનાં માસ્ટર માઈન્ડની ધરપકડ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.13 વર્ષોથી ચોકકસ રાજકીય પક્ષો દ્વારા લોકો પાસેથી ફંડના નામે રૂપિયા લઈ નકકી કરેલુ કમીશન વસુલી બાકીનાં રૂપિયા જે-તે દાતાને પરત આપી દેવાની પ્રેકટીસ ચાલી રહી છે જેને પગલે આવી પાર્ટી પર ઈન્કમ ટેકસની વોચ વધી છે. માત્ર ગુજરાતમાં જ આવી નોંધાયેલી 50 થી વધુ રાજકીય પાર્ટીઓના આર્થિક વ્યવહારોની વિગતો આયકર વિભાગે એકત્રિત કરી લીધી છે.રાજકીય પાર્ટીઓ અંગે અને તેમાં ડોનેશન પાર્ટીઓ અને તેમાં ડોનેશન આપનાર લોકોની તપાસ કરવામાં આવશે. સામાન્ય રીતે આવી પાર્ટીઓ મોટા વેપારીઓ ઉદ્યોગપતિઓને ડોનેશનના 5 થી 10 ટકા જેટલૂ કમીશન લઈને લાખો રૂપિયાનો ઈન્કમટેકસ બચાવી આપતી હોય છે.
ધો.12 ફેલ યુવાને રાજકીય પક્ષ એનપીસીનાં નામનું બેંક એકાઉન્ટ ખોલાવી લોકોને 100 ટકા ઈન્કમટેકસ રીબેટ આપવાની લાલચ આપી 2.80 કરોડ રૂપિયા ઊઘરાવી લીધા હતા. તેણે 10-15 લાખના કમીશન લઈને બાકીનાં પૈસા ડોનરોને પરત કરી દીધા હતા. આ બાબતે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે તપાસ કરીને કાંડ કરનાર મહમદ આમીર શેખને ઝડપી લીધો છે.રાષ્ટવાદી કોંગ્રેસ પાર્ટી (એનપીસીના) ભળતા નામ એટલે કે નેચર્સ સિરીયલ પેકેજીંગ (એનપીસી) ના નામે બેંક એકાઉન્ત્ત ખોલાવ્યું અને સોશ્યલ મિડિયા પર રાજકીય પક્ષ એનસીપીને ફંડ આપો અને 100 ટકા ઈન્કમટેકસ રીબેટ મેળવો તેવી જાહેરાત કરી હતી. જે લોકોએ તેને રાજકીય પક્ષ એનસીપીની રીસીપ્ટ આપી હતી. હવે આ સમગ્ર કૌભાંડમાં ડોનેશનના નામે રૂપિયા આપનાર અને રૂપિયા પડાવનારને પરસ્પર એકબીજા સામે કોઈ જ વાંધો નહોતો. આ કૌભાંડની જાણ રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનાં ખજાનચીને થઈ અને તેમણે ફરીયાદ નોંધાવી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો હતો.આવી રીતે ઈન્કમટેકસ બચાવવાનો ખેલ થાય છે. તે વાત વધુ એક વખત સાબિત થઈ છે. હાલ તો પોલીસે 86 ડોનરોની વિગતો આયકર વિભાગને આપી દીધી છે અને આયકર વિભાગ તેમની કરચોરી શોધવાની કવાયત કરશે.