વડાપ્રધાન મોદી 22 એપ્રિલે રાજકોટમાં, રાજ્યના ચાર ઝોન સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનમાં પીએમ મોદી ઝોન દીઠ 2 જનસભાઓ કરશે અને એક રોડ-શો કરશે

Spread the love

લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 એપ્રિલે તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન તેમજ 5 વિધાનસભા બેઠકો પર પેટચૂંટણીનું મતદાન થશે. લોકસભા ચૂંટણીમાં પ્રથમ ચરણનું મતદાન 19 એપ્રિલે થશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં પ્રચાર અભિયાન શરૂ કરશે.

આ અંગે મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી 22 એપ્રિલે રાજકોટમાં પ્રથમ જનસભા સંબોધશે અને પ્રચારની શરૂઆત કરશે.રાજ્યના ચાર ઝોન સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનમાં પીએમ મોદી ઝોન દીઠ 2 જનસભાઓ કરશે અને એક રોડ-શો કરશે.

પ્રથમ ચરણના મતદાન બાદ પીએમ મોદી સાથે ભાજપના તમામ સ્ટાર પ્રચારક ગુજરાત આવશે. તમામ કેન્દ્રીય મંત્રીઓની સાથે ભાજપના તમામ મુખ્યમંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરશે. ભાજપના સ્ટાર પ્રચારક જંગી જનસભા, રોડ-શો, નુક્કડ સભા, ડોર-ટુ-ડોર પ્રચાર કરતાં દેખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *