રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે, જ્યારે સૌથી વધુ કચ્છના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. અહીં ચોમાસાની જેમ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને વરસાદ ઋતુની જેમ જ ગલીઓ-શેરીઓમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સાથે જ વરસાદને કારણે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે.
અંજારની મુખ્ય બજારમાં પાણી વહી નીકળ્યા છે. ભર ઉનાળે કમોસમી વરસાદથી વહેતી નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા છે. જિલ્લામાં અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો છે.
રાજ્યના અનેક વિસ્તારોમાં ત્રીજા દિવસે પણ કમોસી વરસાદ પડ્યો છે. દ્વારકાના ખંભાળિયા, કચ્છ, મોરહી, સાબરકાંઠા, પાટણ અને અંબાજીના અનેક વિસ્તારોમાં માવઠું પડ્યું છે.
જ્યારે કચ્છમાં વાવાઝોડા જેવા પવન સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો છે. ભારે પવન સાથે વરસાદને કારણે નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
કચ્છમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગાંધીધામ,અંજાર,ભુજ તાલુકામાં વરસાદ જોવા મળી રહ્યો છે. રાપરના ગાગોદરમાં કરા સાથે વરસાદ પડ્યો છે.