ગુજરાત કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહીલ સહીત વરિષ્ઠ આગેવાન ઉપસ્થિત
દેશમાં મોંઘવારી આસમાને છે, બેરોજગારીથી યુવાનો ત્રસ્ત છે, ખેડૂતોને ખેત પેદાશોનું યોગ્ય વળતર મળતું નથી. મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે. ભાજપાનો ‘મેનીફેસ્ટો’ એ ‘જુમલા મેનીફેસ્ટો’ સિવાય કશું નથી:મુકુલ વાસનિક
અમદાવાદ
લોકસભા ચુંટણીમાં ભવ્ય વિજયના સંકલ્પ સાથે મોટી સંખ્યામાં જનસમર્થન સાથે કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, બારડોલી, જામનગર લોકસભાના ઉમેદવારી ફોર્મ ભરાવતી વેળાએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને વરિષ્ઠ સાંસદશ્રી મુકુલ વાસનિકજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને રાજ્યસભા સાંસદશ્રી શક્તિસિંહ ગોહીલજી સહીત વરિષ્ઠ આગેવાનશ્રી ઉમેદવારશ્રીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા. સુરેન્દ્રનગર ખાતે જનમેદનીને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી અને વરિષ્ઠ સાંસદશ્રી મુકુલ વાસનિકજીએ જણાવ્યું હતું કે દેશના લોકો ભાજપાના જુમલોઓને ઓળખી ગયું. ભાજપે પોતાની કામગીરીનો હિસાબ આપવાની જરૂર છે. ૧૦ વર્ષમાં પહેલા કરેલ વાયદાઓમાંથી કેટલા વાયદા પુરા કર્યા, આજે દેશમાં મોંઘવારી આસમાને છે, બેરોજગારીથી યુવાનો ત્રસ્ત છે, ખેડૂતોને ખેત પેદાશોનું યોગ્ય વળતર મળતું નથી. મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે.
ભાજપાનો ‘મેનીફેસ્ટો’ એ ‘જુમલા મેનીફેસ્ટો’ સિવાય કશું નથી. પાંચ ન્યાય ‘૨૫ ગેરંટી’ થકી યુવાનો, મહિલાઓ, ખેડૂતો, શ્રમિકોને હક્ક, અધિકાર અને ન્યાય મળે તે કોન્ગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી આદરણીય રાહુલ ગાંધીજી અને કોંગ્રેસ પક્ષ સંકલ્પબદ્ધ છે. ભાજપાના ૧૦ વર્ષના અન્યાયકાળનો અંત આવે તે માટે આજે કોંગ્રેસ પક્ષના લોકસભા ઉમેદવારશ્રીઓ લડી રહ્યા છે. આ લડાઈમાં જનજનનો સાથ સહકાર અને અપાર પ્રેમ કોંગ્રેસ પક્ષને મળી રહ્યો છે.
બનાસકાંઠા ખાતે જનસભાને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી અને રાજ્યસભા સાંસદશ્રી શક્તિસિંહ ગોહીલજીએ જણાવ્યું હતું અહંકારી સત્તાધીશોને હરાવવાનો સમય આવી ગયો છે. રાવણ પાસે શસ્ત્ર, શાસ્ત્ર, સત્તા, સંપતિ બધું જ હતું પરતું સત્ય સાથે ન હતું. રાવણને હરાવવા નાની ખિસકોલીએ પણ યથાશક્તિ કામગીરી કરી હતી. આપણે સૌએ સાથે મળી સત્યને વિજય બનવાવવા લડાઈ લડવાની છે. જીલ્લાનાં લોકો ‘બનાસકાંઠાની બેન’ શ્રી ગેનીબેનને આશીર્વાદ આપી દિલ્હી મોકલો. ભાજપના રાજમાં ઉદ્યોગપતિઓને નર્મદાનું પાણી મળ્યું પરતું હજી બનાસકાંઠાને પાણી મળ્યું નથી, ચૂંટણી આવે એટલે એક પાઇપલાઇન મૂકીને પાણી આપે એ યોગ્ય નથી. કોંગ્રેસના બેંક એકાઉન્ટ બંધ કર્યા છે પણ મતદાતાઓના દિલને કોઈ બંધ નહિ કરી શકાય.
આજે બનાસકાંઠામાં શ્રી ગેનીબેન ઠાકોર, સુરેન્દ્રનગરમાં શ્રી ઋત્વિક મકવાણા, બારડોલીમાં શ્રી સિદ્ધાર્થ ચૌધરી, જામનગરમાં શ્રી જે પી મારવીયાના કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓ ફોર્મ ભર્યું હતું. જેમાં શ્રી ગેનીબેન ઠાકોર સાથે પૂર્વ પ્રમુખશ્રી અને સીડબ્લ્યુસી સભ્યશ્રી જગદીશ ઠાકોર, કાર્યકરી પ્રમુખશ્રી શ્રી ઇન્દ્રવીજયસિંહ ગોહિલ, પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.તુષાર ચૌધરી, ધારાસભ્યશ્રી જીજ્ઞેશ મેવાણી, ધારાસભ્યશ્રી કાંતિ ખરાડી, પૂર્વ ધારાસભ્યશ્રી ચંદનજી ઠાકોર, શ્રી ગુલાબસિંહ રાજપુત, જામનગરમાં શ્રી જે પી મારવીયા સાથે કાર્યકરી પ્રમુખશ્રી લલિત કગથરા, પૂર્વ ધારાસભ્યશ્રી મોહમ્મદ જાવેદ પીરઝાદા, બારડોલીમાં શ્રી સિદ્ધાર્થ ચૌધરી સાથે એ.આઈ.સી.સી મંત્રીશ્રી ઉષા નાયડુજી, વરિષ્ઠ નેતાશ્રી ગૌરવ પંડ્યા, સુરેન્દ્રનગરમાં શ્રી ઋત્વિક મકવાણા સાથે મીડિયા ડીપાર્ટમેન્ટના કન્વીનર ડૉ. મનીષ દોશી, રાષ્ટીય સેવાદળના મુખ્ય સંગઠકશ્રી લાલજીભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી વિમલ ચુડાસમા, પૂર્વ ધારાસભ્યશ્રી લાખાભાઈ ભરવાડ, પૂર્વ ધારાસભ્યશ્રી નૌષાદભાઈ સોલંકી સહીત કોંગ્રસ પક્ષના વરિષ્ઠ આગેવાનશ્રીઓ, મોટી સંખ્યામાં કાર્યકર્તાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.