SVPI એરપોર્ટ ખાતે નેશનલ ફાયર સેફ્ટી વીકની ઉજવણી, આગ નિવારણથી લઈને સલામત ભાવિ નિર્માણ માટેની કવાયત

Spread the love

15મી એપ્રિલથી 20મી એપ્રિલ સુધી એરપોર્ટ પર ફાયર સેફ્ટી દર્શાવતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે

અમદાવાદ

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે (SVPI) 14 એપ્રિલ, 1944ના રોજ વિક્ટોરિયા હાર્બર આગની ઘટનામાં આહૂત ફાયર ફાઈટર્સની યાદમાં ફાયર સેફ્ટી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. 15મી એપ્રિલથી 20મી એપ્રિલ સુધી એરપોર્ટ પર ફાયર સેફ્ટી દર્શાવતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં એરસાઈડ એપ્રોન, એટીસી, કાર્ગો ટર્મિનલ, પેસેન્જર ટર્મિનલ, એરપોર્ટ પોલીસ સ્ટેશન, એરપોર્ટ સ્કૂલ, સીઆઈએસએફ ક્વાર્ટર વગેરે જેવા વિસ્તારોમાં હિસ્સેદારોના જૂથો માટે વિવિધ તાલીમ અને જાગૃતિ સત્રોનું આયોજન કરવામાં આવશે. વળી તેમાં મૂળભૂત અગ્નિશામક કૌશલ્યો અને સ્પોટ ઇનામો ધરાવતી ક્વિઝનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.જનજાગૃતિ સાથે સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન SVPI એરપોર્ટની એરક્રાફ્ટ રેસ્ક્યુ એન્ડ ફાયર ફાઈટીંગ (ARFF) ટીમ દ્વારા સેફટી વીકમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. તેમાં સમગ્ર સપ્તાહ દરમિયાન મુસાફરો માટે આકર્ષક કાર્યક્રમો યોજશે. જેનો મુખ્ય ઉદ્દેશ હિસ્સેદારો, સ્ટાફ અને મુસાફરોને આગની કટોકટી દરમિયાન મૂળભૂત આગ સલામતીનાં પગલાં અને સ્વ-બચાવ વિશે શિક્ષિત કરવાનો છે. આ વર્ષની થીમ “એન્સ્યોરિંગ ફાયર સેફ્ટી ટુ કોન્ટ્રીબ્યુટ ટુવર્ડ્સ નેશન બિલ્ડીંગ” સાથે સંરેખિત છે. વિવિધ વિભાગો માટે તેમાં અનેક ઓડિટ અને વર્કશોપ હાથ ધરવામાં આવશે.આગ નિવારણથી વધીને સલામત ભાવિ નિર્માણ સુધી આ વર્ષની થીમ અને એક સપ્તાહ ચાલનારી પ્રવૃત્તિઓ માત્ર આગ નિવારક પગલાંઓ સુધી જ સિમિત નથી પરંતુ તેની આગળ વિસ્તરી છે. તે આગ-પ્રતિરોધક વાતાવરણના નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરીને રાષ્ટ્રની સ્થિરતા અને આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવાનું લક્ષ્ય રાખે છે. વાસ્તવમાં તે લાંબા ગાળાની પ્રગતિને પ્રોત્સાહન આપે છે.

SVPI એરપોર્ટ પર નેશનલ ફાયર સેફ્ટી વીકની મુખ્ય હાઈલાઈટ્સ

ઉદઘાટન સમારોહ: ફાયર સેફ્ટી વીકની શરૂઆતમાં ફરજ દરમિયાન મૃત્યુ પામેલા અગ્નિશામકોને સન્માનિત કરતી સ્મારક સેવાનો સમાવેશ થાય છે. તેમના બલિદાનને માન આપવા બે મિનિટનું મૌન પાળવામાં આવશે.

ફાયર સેફ્ટી વર્કશોપ્સ:

ફાયર સેફ્ટી નિષ્ણાતોની આગેવાની હેઠળના ઇન્ટરએક્ટિવ સત્રો ઘર અને કાર્યસ્થળે આગ નિવારણ, કટોકટીમાં સલામત સ્થળે મુવ થવાની યોજનાઓ અને અગ્નિશામક સાધનોનો યોગ્ય ઉપયોગ જેવા વિવિધ વિષયોને આવરી લેવામાં આવશે.ફાયર ડ્રીલ ડેમોન્સ્ટ્રેશન: ફાયર ડ્રીલ દરમિયાન યોગ્ય ફાયર સેફ્ટી પ્રક્રિયાઓનું દર્શાવતા પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

અગ્નિશામક અનુભવ દિવસ (એરપોર્ટ સ્ટાફ માટે)

આ ઇવેન્ટ એરપોર્ટ સ્ટાફને અગ્નિશામકના જીવનમાં એક દિવસનો અનુભવ કરવાની તક આપે છે, જેમાં ગિયર પહેરવા, અગ્નિશામક સાધનોનો ઉપયોગ કરવો અને ARFF સ્ટેશન પર સિમ્યુલેટેડ બચાવ કામગીરીમાં ભાગ લેવાનો સમાવેશ થાય છે.ઓપન ફાયર સેફ્ટી ક્વિઝ કોમ્પિટિશન: ફાયર સર્વિસના કર્મચારીઓની ટીમ ફાયર સેફ્ટી વીક દરમિયાન વિવિધ સ્થળોએ તમામ એરપોર્ટ સ્ટાફ અને મુસાફરો માટે ઓપન ક્વિઝ સ્પર્ધાઓનું આયોજન કરશે.ફાયર ઇક્વિપમેન્ટ પ્રદર્શનો: ફાયર ટ્રક્સ, મોબાઇલ કમાન્ડ પોસ્ટ્સ અને અદ્યતન ફાયર રેસ્ક્યુ સાધનો સહિત નવીનતમ અગ્નિશામક સાધનો અને તકનીકો એરપોર્ટના હિતધારકો માટે પ્રથમ સહાય કેન્દ્રની નજીક પ્રદર્શિત કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com