થોડાં મહિના પહેલા એક સમાચાર આવ્યા હતા કે એક મહિલાને તેના પોતાના બાળકો માટે શાળાએ જવા પર પ્રતિબંધ છે. કારણ કે તે સોશિયલ મીડિયા પર પોતાની અભદ્ર તસવીરો શેર કરતી હતી. આવી જ એક છોકરી પર સુપરમાર્કેટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, અને તે આવે તો તરત જ ભગાડી જવાનો આદેશ આપવામાં આવ્યો છે, કારણ કે તે ઉર્ફી જાવેદની જેમ કપડાં પહેરતી હતી.
પરંતુ હવે વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. હવે કોર્ટે એક વ્યક્તિ પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. સૂચના આપવામાં આવી છે કે જો આ વ્યક્તિ ટ્રેન, બસ અથવા કોઈપણ સાર્વજનિક પરિવહનમાં મહિલાઓની નજીક બેસશે છે, તો તેને તાત્કાલિક જેલમાં મોકલવામાં આવે. કારણ ખૂબ જ વિચિત્ર છે.
રિપોર્ટ અનુસાર આ કાર્યવાહી બ્રિટનના બર્મિંગહામ શહેરના રહેવાસી 34 વર્ષીય ક્રિસ્ટાપ્સ બર્ઝિન્સ વિરુદ્ધ કરવામાં આવી છે. ગયા વર્ષે 30 જૂને તે બર્મિંગહામથી માન્ચેસ્ટર જતી ટ્રેનમાં ચડી અને મહિલાઓની પાસે બેસી ગયો, તેમની સાથે ગેરવર્તન કર્યું. કેટલીક મહિલાઓ હેડફોન પહેરીને ગીતો સાંભળી રહી હતી, તેમની સાથે ધરાર વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે મહિલાઓએ તેને રોક્યો ત્યારે પણ તેણે અયોગ્ય ટિપ્પણી કરી. આ બાદ યુવક શૌચાલયમાં ગયો તો મહિલાઓ ટ્રેનની બીજી બોગીમાં ગઈ અને ત્યાં તૈનાત સુરક્ષાકર્મીઓને ઘટના વિશે જણાવ્યું. ક્રિસ્ટાપ્સ બર્ઝિન્સની પોલીસે તરત જ ધરપકડ કરી હતી. તેને સાત મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. ઉપરાંત, કોર્ટે તેના પર આગામી પાંચ વર્ષ માટે આવો પ્રતિબંધ મૂક્યો હતો. સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો હતો કે આ વર્ષોમાં જો તે ટ્રેન, બસ અથવા જાહેર પરિવહનના અન્ય કોઈ માધ્યમમાં મુસાફરી કરશે તો તે મહિલાઓની નજીક નહીં બેસે. મહિલાઓની નજીક જવા, તેમની સામે બેસવા, તેમને સ્પર્શ કરવા અથવા કોઈપણ પ્રકારની વાતચીત કરવા પર પણ પ્રતિબંધ હતો. તેના પર 30 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
કોર્ટના નિર્ણય બાદ મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, સારી વાત છે કે મહિલાઓ સાથે ગેરવર્તન કરનાર ગુનેગારને સજા મળી. વહીવટીતંત્રે કહ્યું કે અમે જાતીય સતામણી અને અનિચ્છનીય જાતીય વર્તનના તમામ અહેવાલોને ગંભીરતાથી લઈએ છીએ. જો કોઈ આ પ્રકારનું કૃત્ય કરતું જોવા મળશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. લોકોને વિનંતી છે કે જો તમે ક્યાંય પણ આવું કંઈક જુઓ તો તરત જ અમને જાણ કરો. અમે આ અંગે તાત્કાલિક પગલાં લઈશું. મહિલાઓ સાથે ગેરવર્તન માટે કોઈને પણ મુક્તિ આપી શકાય નહીં.