રામે દિઠો રે મીઠો રોટલો, કોઈને ખવડાવીને ખાય, કુદરતે જે આપ્યું છે, તે વાપરીને પુણ્ય કમાય, એ જ સાચો જીવડો, શું હતું? શું લઈને જવાના છો? મારું મારું? કોની પાસે રહ્યું છે, ટાટા, બિરલા, અંબાણી અનેક વયા ગયા, શું લઈને ગયા, પણ કર્મ એ જ મોટું ફળ છે, કોઈને આપેલું, દીધેલું, ખવડાવેલું ક્યાંય જવાનું નથી, કુદરતના ચોપડા ઓનલાઈન છે, અને ઓફલાઈન લખાઈ જાય છે, અહીંયા વેઇટિંગ હોતું નથી, અબજો પબ્લિકનો એક જ સહારો ભગવાન અમારો, ગમે ત્યાંથી પુકારો દિલથી આવી જાય, ત્યારે અહીંયા ભલામણની ચિઠ્ઠી કે ઓળખાણ નથી ચાલતી, કર્મ ઉપર જ બધું નભતું હોય છે, કુદરતે જે આપ્યું છે, તેમાં ૧% વર્ષે દહાડે જો માનવી વાપરેને તો ભારત દેશમાં કોઈ ભૂખે ન મરે, દયાળુ, દયાભાવ, લાગણી આ બધું આ દેશમાં મળશે, સોને કી ચીડિયા, આ દેશને કીધો છે, તેમાં બધી રીતે આ દેશ મજબૂત છે, આ દેશમાં પર્વતોથી લઈને પથ્થરને પૂજનારા છે, પણ સુખી સંપન્ન છે, વિદેશમાં ભુરીયાઓને દાન કરતા કે લોકોને ખવડાવતા જોયા ખરા? ના, ભારત દેશમાં અડધી રાત્રે ડોક્ટર તમારો હાથ પકડે, વિદેશમાં વેટિંગ, કોઈ લાગણી નહીં, ભારતમાં ભૂખ્યાને ભોજન મળી રહે, ત્યારે તસવીરમાં ઘણા લોકો શાક-રોટલી થી લઈને ખીચડી-કઢી, દાળ-ભાત ખવડાવતા હોય છે, ત્યારે કોઈ વાર મિષ્ટાન અને પૂરી મળે તો ગરીબની દિલથી આંતરડી રાજી થઈ જાય અને મનમાં બોલે પુરી, ઉનાળામાં તરસ્યાને પાણી ઠંડુ મળે અને કહે હાશ, એટલે પુણ્ય મળી જાય, હોનેસ્ટ લખવાથી અને હોનેસ્ટ બોલવાથી હોનેસ્ટ નથી થવાતું, પણ આ કર્મ અને સેવાએ હોનેસ્ટ કહેવાય, ત્યારે દેશમાં ભલે આપણો દેશ ગરીબ રહ્યો, વસ્તી વધી પણ, કોઈ ગરીબ ભૂખે ના મરે, કારણ કે આવા અનેક હોનેસ્ટ લોકો છે, જે ભૂખની જઠરાગ્ની ઠારવે છે, બાકી લાખો હજારોને દાન કરનારા અને એક વ્યક્તિ ભૂખ્યાને જમાડનારાની નોંધ કુદરતના ચોપડે ઓનલાઈન આવી જાય છે, ત્યારે પથ્થરોને પૂજતા દેવો પણ આજે સાક્ષાત જરૂર પડે ત્યારે કામ પૂર્ણ દિલથી પુકારે તો થઈ જાય છે, બાકી ભૂખ્યાને ભોજનની આસ્થા કરેલું પુણ્ય ગમે ત્યારે પાછું આવે છે,