નામ પરેશ, અનેક જોડે લગાવી દે રેસ, અનેક ને લગાવે છે ઠેસ, કોંગ્રેસે કર્યા અધરા કલાકાર પેશ, જેવો ઘાટ રાજકોટમાં સર્જાયો છે, ત્યારે પુરુષોત્તમ રૂપાલાનું ભાષણ (દેશી ભાષામાં) સાંભળો એટલે
જતી પબ્લિકને સ્ટોપ કરી દે, અને સાંભળવા ફરીવાર મન થાય, ત્યારે અમરેલીનો ઊંચો કલાકાર હવે કોંગ્રેસે રૂપાલા સામે મુકતા હવે પ્રચારથી લઈને ભાષણ બાજુમાં પણ એક્કો છે, આ પણ પબ્લિકને ટેકલ કરીને પોતાની તરફ ખેંચી લે તેવો છે, ત્યારે ઘણીવાર
એકટીવા પર અને ભજીયા તળતા ધાનાણીને જોવા છે, હવે નવા નવા વેશ કાઢીને સામે પક્ષના ઉમેદવારને ઠેસ પહોંચાડે તો નવાઈ નહીં, જેની શરૂઆત પ્રચારથી ધાનાણીએ ખભે થેલો નાખીને નીકળી પડ્યા છે, રાજકોટ લોકસભા બેઠક પર
કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી ખંભે થેલો નાખી સ્કુટર લઈને રાજકોટ ચુંટણી લડવા રવાના થયા હતા. મોટી સંખ્યામાં કાર્યકરો એ ભારત માતા કી જય સાથે પરેશ ધાનાણીને વિદાય આપી હતી. કાઠિયાવાડી તળપદી ભાષામાં કાર્યકરોને અમરેલી બેઠકની
ભલામણ કરી હતી. તેમણે કહ્યું, પ્રેમની પટ્ટી બાંધી રાજકોટના રણ મેદાનમાં માછલીની આંખ વીંધવા જાવ છું. પોતે પણ શેઢા મોસમ લઈને પરત આવશે એટલે કે વિજય પ્રાપ્ત કરી ને આવશે તેમ કહ્યું હતું.
બોક્સ:-
૫ લાખની લીડની વાત રાજકોટમાં હવે ૭ લાખની વાતો ભાજપ કરી રહ્યું છે, ત્યારે સામે ભાજપમાં અંદરો અંદર ખટરાગ અને ખાસ રાજપુત સમાજનો વિરોધનો વંટોળની આધી કેવી ફેરવાય છે, તેના પર મદાર છે, બાકી હાલ ભાજપના ઉમેદવાર રૂપાલાને રાજપૂત સમાજના વિવાદ બાદ મહેનત વધારે કરવી પડે તેવી છે, બાકી બંને અમરેલીના અને અને બહારના ઉમેદવાર ગણવામાં આવે તો પરેશની ઝોલી તો એમ પણ ભરાઈ જવાની છે, ત્યારે રાજકોટની ચૂંટણી હવે ટોક ઓફ ધ ટાઉન બની છે,